દાહોદની ચોરી કરતી ગેંગના સાગરીતને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ આપેલ સુચના તથા ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ.જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી દ્વારા અલગ-અલગ ટીમો કાર્યરત કરવામા આવેલ અને અગાઉ ઘરફોડ ચોરીમા પકડાયેલ ચોર ઇસમો ઉપર વોચ રાખી તેમજ બાતમીદારો સક્રીય કરી તેમજ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરવામા આવેલ જે કાર્યવાહી દરમ્યાન ભરૂચ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા ટીમના માણસોએ દાહોદ ખાતે તપાસમા જઇ ત્યાંથી મોટીખરચ ગામના શકમંદ ઇસમ કનેશભાઇ કાળીયાભાઇ બારીયા નાઓને વધુ પુછપરછ માટે ભરૂચ ખાતે લઇ આવી સઘન પુછપરછ કરતા તેમજ ટેકનીકલ સર્વેલન્સ ટીમના સહયોગ થી તપાસ કરતા તેના સાગરીતો સાથે મળી બે માસ અગાઉ ઝઘડીયા ખાતે આવેલ ગ્રીનવેલી રેસીડન્સી સોસાયટી માંથી રાત્રીના સમયે બંધ મકાનનુ તાળુ તોડી સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોનની ચોરી કરેલાની કબુલાત કરેલ જે ચોરી કરેલ મોબાઇલ મળી આવતા કબ્જે કરી ખાત્રી કરતા ઝઘડીયા પો.સ્ટે.મા ગુ.ર.નં- । ૦૮/ર૦૧૯ ઇ.પી.કો.ક-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધાયેલ હોય જે વણશોધાયેલ ગુનો શોધી કાઢી ઉપરોક્ત કનેશભાઇ કાળીયાભાઇ બારીયા રહે-મોટી ખરચ તા.જી.દાહોદ નાઓને અટકાયત મા લઇ આગળની કાર્યવાહી સારૂ ઝઘડીયા પો.સટે.મા જાણ કરવામા આવેલ છે. અને ચોરીમાં ગયેલ અન્ય મુદ્દામાલ તેમજ ચોરી કરવામા સંડોવાયેલ સહ આરોપીઓ બાબતે તપાસ હાથ ધરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



