સુરત: દોઢ લાખના ખર્ચે મુકાયેલા સ્વીંગ ગેટનો વાહનની ટક્કર લાગતા ફુરચો

0
36
BRTS રૂટમાં ખાનગી વાહનનું દૂષણ અટકાવવા

સુરત બી.આર,.ટી.એસ. રૃટમાં ખાનગી વાહનોનું દુષણ રોકવા માટે સ્વીંગ ગેટ લગાવાવમાં આવ્યા છે પરંતુ ગેટ લગાવ્યાના થોડા જ સમયમાં ગેટ બગડી જવા કે તુટી જવાની સંખ્યાબંધ ઘટના બની રહી છે. બી.આર.ટી.એસ.ની બસ કે ખાનગી વાહનોની ટક્કરથી દોઢ લાખની આસપાસની કિંમતનો ગેટ તુટી જાય છે. આ તુટેલા ગેટના કારણે બીઆરટીએસ રૃટમાં વાહનો બેફામ દોડતાં અકસ્માતની ભીતી રહેલી છે. તો બીજી તરફ ગેટ મુક્યાના થોડા જ સમયમાં બગડી જવા કે તુટી જવાની ઘટના અંગે મ્યુનિ. તંત્ર તપાસ કરાવે તો ભોપાળું બહાર આવી શકે છે. સુરત મહાગનરપાલિકાના બીઆરટીએસ રૃટમાં ખાનગી વાહનો ન પ્રવેસે તે માટે સવાથી દોઢ લાખ રૃપિયાના ખર્ચે સ્વીંગ ગેટ મુકવામાં આવ્યા છે. હજી અનેક જગ્યાએ સ્વીંગ ગેટ મુકવાના પણ બાકી છે. આખા સુરતમાં સ્વીંગ ગેટ મુકવાની કામગીરી પુરી નથી થઈ ત્યાં ઘણી જગ્યાએ સ્વીંગ ગેટ બગડી રહ્યાં હોવાની પણ ફરિયાદ ઉઠી છે. સ્વીંગ ગેટ બગડી જવાની ફરિયાદ સ્વીંગ ગેટ ઈન્સ્ટોલેશનની કામગીરી નબળી થઈ હોવાની ચાડી ખાઈ રહી છે. ઘણાં સ્ટેશન પર વારંવાર સ્વીંગ ગેટ બગડતા વોચમેને બસ આવે ત્યારે ખોલવા જવું પડે તેવા દ્રષ્યો છે. તો બીજી તરફ સ્વીંગ ગેટ પર બીઆરટીએસ બસ કે ખાનગી વાહનોની ટક્કર લાગે તો સ્વીંગ ગેટ તુટીને ફુરચો થઈ જાય છે. હાલમાં જ અઢાજણ સરદાર બ્રિજના છેડોના બીઆરટીએસ બસ સ્ટેન્ડ બહાર મુકાયેલો સ્વીંગ ગેટ તુટી ગયો છે. આવી રીતે સ્વીંગ ગેટ તુટી જતાં ખાનગી વાહનો બીઆરટીએસ રૃટમાં બેફામ દોડે છે. ખાનગી વાહનોનું દુષણ બંધ કરવા માટે મુકાયેલા સ્વીંગ ગેટ વારંવાર બગડી જવા કે તુટી પડવાની ઘટના વધુ થતી હોવાથી આ અંગે મ્યુનિ. તંત્ર તપાસ કરાવે તો કોભાંડ પણ ભહાર આવી શકે તેવી ચર્ચા થઈ રહી છે. સુરતના સરદાર બ્રિજના અઢાજણ તરફના છેડા પરના બીઆરટીએસ બસ સ્ટેન્ડ બહાર મુકેલો સ્વીંગ ગેટ વાહનની ટક્કર લાગતા તુટી પડયો છે. બીઆરટીએસ રૃટમાં મુકાયેલા સ્વીંગ ગેટ વારંવાર બગડી જવા કે તુટી જવાની ફરિયાદને કારણે સ્વીંગ ગેટ ઈન્સ્ટોલેશનની કામગીરી યોગ્ય રીતે ન થઈ હોવાની ફરિયાદ ઉઠી છે
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY