બંધ પડેલ બાઇક દોરવીને આવતા બે તરૃણ અને યુવાનને વાહનચાલકે અડફેટે લેતા બેના મોત થયા હતા
તળાજાથી ૨ કિલોમીટર દુર મહુવા હાઇવે પર ગઇકાલે સાંજના સુમારે બાઇક દોરવીને આવી રહેલા બે તરૃણ અને એક યુવાનને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતાં એક યુવાન સહિત બેના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક તરૃણને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અકસ્માતમાં મૃત્યુ આંક ત્રણને આંબ્યો હતો.
બનાવ સંદર્ભે જાણવા મળતી સઘળી વિગતો અનુસાર તળાજાના દીનદયાળનગર ખારામાં રહેતા અને ધોરણ ૯માં અભ્યાસ કરતા પવન મુકેશભાઇ શિયાળ (ઉ.વ.૧૫), નીતિન નરસીભાઇ ભાલીયા (ઉં.વ.૧૮) અને નિતીન માસીનો દિકરોે (હાર્દિકે બટુકભાઇ સોલંકી (ઉ.વ.૧૫, રે.ડુંગર તા.રાજુલા, ત્રણેય તળાજાના મહુવા હાઇવે માર્ગ પર આવેલ નિલકંઠ સ્કૂલ પાસે બાઇક બંધ પડયું હતું. તે લેવા માટે સાંજના સાત કલાકે ગયા હતા.ત્યાંથી બાઇક દોરવીને આવી રહ્યા હતા ત્યારે મહુવા તરફથી પુરઝડપે આવી રહેલ એક કારના ચાલકે ત્રણેયને હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં પવન અને નિતીનના કરૃણ મોત નિપજવા પામ્યા હતા. જ્યારે હાર્દિકની સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અકસ્માત સર્જી કારનો ચાલક નાસી છુટયો હતો.
દરમિયાન ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવારમાં રહેલ હાર્દિક બટુકભાઇ સોલંકીનું સારવાર દરમિયાન આજે સવારે ૧૦.૪૦ના સુમારે મૃત્યુ નિપજતા અકસ્માતમાં મૃત્યુ આંક ત્રણને આંબ્યો હતો. જ્યારે બનાવ અનુસંધાને તળાજાના દિનદયાળ નગર ખારામાં રહેતા મુકેશભાઇ મગનભાઇ શિયાળએ તળાજા પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક સામે ફરીયાદ નોંધાવતા તળાજા પોલીસે ગુનો દાખલ કરી કાનૂની તજવીજ હાથ ધરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



