બેંગ્લુરુ,તા.૨૧
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય વૈજ્ઞાનિકોએ ટામેટાની એક એવી જાત વિકસિત કરી છે જેના એક છોડ પર ૧૯ કિલો સુધી ટામેટા આવે છે. આ ટામેટાની જાતનુ નામ આર્કા રક્ષક છે. ઘણા ખેડુતો તેનુ વાવેતર કરીને નફો વધારી રહ્યા છે. ખાસ વાતે છે કે તેના બીજને બહારથી મંગાવવામાં નથી આવ્યા. તેને ભારતીય બાગાયતી સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. સંસ્થાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ટામેટાની જાત કર્ણાટકમાં સૌથી વધુ ઉપજ આપનાર સાબિત થય છે.
આ ટામેટા ત્રણ પ્રકારના રોગથી ખુદ લડવા માટે સક્ષમ છે. આ જાત પાકમાં આવતા રોગ સામે ખુદ લદવા માટે સક્ષમ છે. આ પ્રકારના ટામેટાનુ વાવેતર કરવાથી અન્ય જાતના ટામેટાના વાવેતરમાં થતા ખર્ચથી ૧૦ ટકા અંદાજે ઓછો ખર્ચ થાય છે.
કર્ણાટકમાં ટામેટાનુ પ્રતિ હેક્ટર ઉત્પાદન અંદાજે ૩૫ ટન છે, જ્યારે આ નવી જાતના ટામેટાનુ ઉત્પાદન પ્રતિ હેક્ટર ૧૯૦ ટન સુધી થયુ છે. એક ટામેટુ સરેરાશ ૭૫ થી ૮૦ ગ્રામનુ હોય છે. તેની ખેતી ખરીફ અને રવી સીઝનમાં કરી શકાય છે. તેનો પાક ૧૪૦-૧૫૦ દિવસમાં તૈયાર થઈ જાય છે.તમે આ નવા જાતના બીજને ૈંંૐઇ પાસેથી સીધા મંગાવી શકો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




