ભોપાલ,તા.૨૧
કાંગ્રેસના વરિષ્ઠ સાંસદ કમલનાથ ચૂંટણીની જનસભામાં ભાવુક થઇ ગયા. પોતાના સંસદીય મતવિસ્તાર છિંદવાડા પહોંચીને મધ્યપ્રદેશ કાંગ્રેસના અધ્યક્ષ કમલનાથે ગ્રામીણ ક્ષેત્રમાં પ્રચાર સભાઓ કરી. છિંદવાડા સાથેના પોતાના સંબંધોનો ઉલ્લેખ કરતાં કમલનાથ ભાવુક થઇ ગયા હતા. તો બીજીબાજુ ખુરઇ વિધાનસભામાં કમલનાથની દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે. કમલનાથના સમર્થનમાં વચ્ચે-વચ્ચે નારા લાગતા હતા તેને તેમણે ૩૮ વર્ષના સંઘર્ષની ઉપલબ્ધિ ગણાવી. એંશીના દાયકાના સાથીઓ અને વૃદ્ધોને યાદ કરતાં કહ્યું કે એ લોકોના લીધે જ આજે અહીં સુધી પહોંચ્યું છું. તેમણે જનસભામાં હાજર લોકોને કહ્યું કે પાછલા દિવસોમાં અહીં પીએમ મોદી આવીને ઘણી વાતો કહી ગયા હતા, પરંતુ તમામ વાતો ખોટી હતી, તેમના પર વિશ્વાસ ના કરશો.
આ અવસર પર કમલનાથે રાજ્ય અને કેન્દ્ર સરકારને બરાબર આડે હાથ લીધી. કમલનાથે કહ્યું કે છિંદવાડાની સભા દરમ્યાન મોદીએ ખેડૂતો, યુવાનો, જીએસટી અને કમલનાથની વાત કહી હતી. હવે શું પીએમ મોદી આપણને રાષ્ટ્રવાદના પાઠ ભણાવશે. પહેલાં મોદી માત્ર એક નામ બતાવી દે કે પોતાની પાર્ટીના એક નેતા જે સ્વતંત્રતા સંગ્રામ સેનાની રહ્યા હોય. ઉલ્લેખનીય છેકે ૧૮મી નવેમ્બરના રોજ પીએમ મોદીએ છિંદવાડામાં સભા દરમ્યાન કમલનાથ પર આરોપોનો વરસાદ કર્યો હતો.
આ બધાની વચ્ચે કમલનાથનો રાજ્ય સરકારના કર્મચારીઓને ધમકાવતો વીડિયો સામે આવ્યો છે. સાગર જિલ્લાના ખુરઇ વિધાનસભા ક્ષેત્રમાં રેલીને સંબોધિત કરતાં કમલનાથે કહ્યું કે જે પણ શાસકીય કર્મચારી યોગ્ય કામ કરતા નથી અને ભાજપના બિલ્લા ખિસ્સામાં રાખીને ફરે છે. ૧૧મી ડિસેમ્બર બાદ જ્યારે ગણતરી થશે, તો યાદ રાખજા કમલનાથની ચક્કી મોડેથી ચાલે પણ ખૂબ બારીકાઇથી પીસે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



