રોકાણકારોનું દબાણ છતાં માર્ક ઝુકબરબર્ગ રાજીનામું નહિ આપે

0
2

કેલિફોર્નિયા,તા.૨૧
માર્ક ઝકરબર્ગ (૩૪)એ ફેસબુકના ચેરમેનનું પદ નહીં છોડે. એક ઇન્ટરવ્યુમાં તેઓએ મંગળવારે આ વાત કહી. ડેટા લીક સહિત અન્ય વિવાદોના કારણે ઝકરબર્ગ પર રોકાણકારો તરફથી ચેરમેન પદ છોડવાનું દબાણ વધી રહ્યું છે. પરંતુ ઝકરબર્ગનું કહેવું છે કે, આવી વાતોનો હાલ કોઇ અર્થ નથી. તેઓએ કંપનીના સીઓઓ શેરિલ સેન્ડબર્ગ (૪૯)ના વખાણ પણ કર્યા.
ગત બુધવારે ન્યૂયોર્ક ટાઇમ્સ (એનવાયટી)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ફેસબુકે પ્રતિસ્પર્ધી કંપનીઓ વિરૂદ્ધ લખવા માટે પીઆર ફર્મ ડિફાયનર્સને હાયર કર્યા હતા. ત્યારબાદ ઝકરબર્ગે ગુરૂવારે જાહેરાત કરી હતી કે, ફેસબુકે ડિફાયર્સ સાથે છેડો ફાડી નાખ્યો છે. આ સાથે જ ફેસબુકના કામ વિશે તેઓને કોઇ જાણકારી નહતી.
બ્રિટિશ ન્યૂઝપેપર ગાર્ડિયને શનિવારે એક રિપોર્ટમાં જાણકારી આપી કે, પીઆર ફર્મ સાથે જાડાયેલા વિવાદ બાદ ફેસબુકના રોકાણકારોએ ઝકરબર્ગ પર ચેરમેન પદ છોડવાનું દબાણ વધારી દીધું છે. ફેસબુકના વિવાદોના કારણે કંપનીના શૅરહોલ્ડર્સને નુકસાન થયું છે. છેલ્લાં ૬ અઠવાડિયામાં શૅર્સમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY