વિટામિન ડીની કમી સ્થુળતાનુ કારણ

0
23

બ્રિટીશ મેડિકલ જર્નલના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય મહિલાઓમાં સ્થુળતા અને ડાયાબિટીસના વધતા જતા કેસ માટે કારણ તરીકે વિટામિન ડીની કમી છે. વ્યાપક અબ્યાસ બાદ જારી કરવામાં આવેલા આ તારણ સાથે મોટા ભાગના લોકો સહમત છે. અભ્યાસ મુજબ ભારતની ૬૮.૮ ટકા મહિલાઓમાં વિટામિન ડીની કમી છે. જ્યારે ૨૬ ટકા મહિલાઓમાં વિટામિન ડી અપુરતા પ્રમાણમાં જાવા મળે છે. આપને આ જાણીને હેરાની થશે કે દેશની માત્ર ૫.૫ ટકા મહિલાઓ એવી છે જેમના શરીરમાં વિટામિન ડી પુરતા પ્રમાણમાં જાવા મળે છે. આ અભ્યાસને એમ્સ ડાયાબિટીસ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયા એનડ નેશનલ ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી એન્ડ કોલસ્ટ્રોલ ફાઉન્ડેશનના સંશોધકોએ સાથે મળીને ત્યાર કરીને રિપોર્ટ તૈયાર કર્યા છે. હકીકતમાં દુનિયાભરમાં વિટામિન ડીની કમી મુખ્ય હેલ્થ સમસ્યા તરીકે છે. હજુ સુધી થયેલા અભ્યાસથી એક બાબત તો સપાટી પર આવી ચુકી છે કે ભારતમાં મોટા પાયે વિટામિન ડીની કમીના કેસ છે. આનો સીધો સંબંધ સ્થુળતા સાથે છે. જા કે નવા અભ્યાસમાં માત્ર મહિલાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ હતુ. આ અભ્યાસમાં સામેલ સંશોધકો કહે છે કે ભારતીય મહિલાઓમાં વિટામિન ડીની કમી એટલા માટે પણ છે કે મોટા ભાગની મહિલાઓ ઘરની અંદર જ બંધ રહે છે. તેમના વ†ો પહેરવાના તરીકેના કારણે સુર્યની રોન માટે એક્સપોઝર તેમને મળતા નથી. જેના કારણે સુર્યની રોશનીથી મળનાર વિટામિન ડી મહિલાઓને મળતા નથી. જાણકાર નિષ્ણાંતો કહે છે કે આ અભ્યાસના તારણ ખુબ ઉપયોગી છે.નિષ્ણાંતો કહે છે કે વિટામિન ડીના ઓછા પ્રમાણના કારણે ઘણી તકલીફો ઉભી થઇ શકે છે. વિટામિન ડીની અછત હાર્ટ સાથે સંબંધિત રોગ માટે પણ જવાબદાર છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વિટામિન ડીનું પૂરતુ પ્રમાણ અતિ જરૂરી છે. ઓછુ પ્રમાણ ઘાતક બિમારીઓને આમંત્રણ આપી શકે છે. ૧૦ હજારથી વધુ દર્દીઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, વિટામિન ડીની અછત ૭૦ ટકા લોકોમાં જાવા મળી છે અને તેમનામાં હાર્ટ સાથે સંબંધતિ રોગનો ખતરો વધારે રહે છે. વિટામિન ડીની અછત ધરાવનાર લોકોના મોતનો ખતરો પણ વધારે રહે છે. આ અછતને દૂર કરવાની બાબત જરૂરી પોષકતત્વોને લઇને જાડાયેલી છે. પોષકતત્વો સાથે અછતને દૂર કરવાથી મોતનો ખતરો ૬૦ ટકા ઘટી જાય છે. યુનિવર્સિટી ઓફ કન્સાસ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, હાર્ટ સાથે સંબંધિત રોગ અને વિટામિન ડીની અછત વચ્ચે સીધો સંબંધ છે. આ સંબંધ પણ ખૂબ જ મજબૂત છે. યુનિવર્સિટી ઓફ કન્સાસ હોસ્પિટલ એન્ડ મેડિકલ સેન્ટરના કાર્ડિયોલોજીના પ્રોફેસર ડાp. જેમ્સે કહ્યું છે કે, અપેક્ષા કરતા પણ વધુ નક્કર પુરાવા મળ્યાં છે. વિટામિન ડીની અછત ઘણાં રોગો સાથે સંબંધ ધરાવે છે. દર્દીઓને ધ્યાનમાં લઇને જરૂરી દવાના સૂચન પણ કરવામાં આળ્યાં છે. કાર્ડિયોલોજીસ્ટોનું કહેવું છે કે, વિટામિન ડીની અછત ધરાવતા લોકોમાં ડાયાબિટીસ થવાનો ખતરો બે ગણો રહે છ. આ ઉપરાંત હાઈ બ્લ્ડ પ્રેશર થવાનો ખતરો ૪૦ ટકા વધુ રહે છે અને કાર્ડિયો થવાનો ખતરો ૩૦ ટકા વધારે હોય છે. એકંદરે વિટામિન ડીની અછત ધરાવતાં લોકોમાં કોઇપણ કારણસર મૃત્યુનો ખતરો ત્રણ ગણો વધારે છે. અભ્યાસમાં આ બાબત સાબિત થઇ શકી નથી. વિટામિન ડીની અસર શુ થાય છે. અગાઉના સંસોધનોમાં સૂચન કરવામાં આવ્યું હતું કે, મોટાભાગના અમેરિકનોના શરીરમાં પુરતા પ્રમાણમાં વિટામિન ડીની સપાટી નથી. નવેસરના નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રીશનના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૫થી ૫૭ ટકા પુખ્ત વયના લોડોમાં ડીનું અપુરતુ પ્રમાણ છે. અન્ય અભ્યાસ સુચવે છે કે, વિટામિન ડીની અછત ઘાતક છે. વિટામિન ડીની અછતથી ઘણી તકલીફો ઉભી થઇ શકે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસથી આ બાબત સાબિત થઇ ચુકી છે. વિટામિન ડીના પ્રમાણને વધારવા પોષકતત્વો બજારમાં ઉપલબ્ધ છે. જેમાં ઓઇલી ફિશ, ઇંડા અને દૂધ પેદાશોનો સમાવેશ થાય છે. સૂર્ય પ્રકાશથી પણ વિટામિન ડી મેળવી શકાય છે. ઓછામાં ઓછા ૨૦ મિનિટ સુધી સૂર્ય પ્રકાશમાં ગરમીની સિઝનમાં રહીને વિટામિન ડી મેળવી શકાય છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, સૂર્યમાંથી વિટામિન ડી ઉપલબ્ધ થાય છે. આશરે ૯૦ ટકા વિટામીન ડી સૂર્યમાંથી જ મળે છે. તેવુ પણ નિષ્ણાતોનું કહેવું છે. આશરે ૧૦ ટકા જ વિટામિન ડી ખાદ્ય ચીજવસ્તુઓમાંથી મળે છે.
વિટામિન ડી પુરતા પ્રમાણમાં લેવામાં આવે તે જરૂરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY