વડોદરા મ્યુ.કો.સપ્ટેમ્બરથી મિલકતવેરો નહીં ભરનારની સ્થાવર મિલકત ટાંચમાં લેશે

0
43

વડોદરા,તા.૨૩
શહેરમાં મિલકતવેરો ન ભરનાર સામે મનપા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ૨૫ હજારથી વધુ વેરો બાકી ધરાવતી મિલકતોને સીઝ કરવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સપ્ટેબરથી સ્થાવર મિલકત ટાંચમાં લેવા દ્વારા કાર્યવાહી શરૂ કરાશે.
મહત્વનુ છે કે, ૨૦૦૩થી અત્યાર સુધીમાં મનપાને ૧૬૭ કરોડ રૂપિયા વેરો વસૂલવાનો બાકી છે. બાકી વેરો વસુલવા માટે મનપા દ્વારા કાર્યવાગી શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં મિલકતવેરા મામલે વડોદરા મહાનગરપાલિકઆ આ પહેલા જાન્યુઆરી માસમાં કડક વલણ અપનાવેલ. ગત જાન્યુઆરીની આ કાર્યવાહીમાં મનપાએ આશરે ૩૫૦થી વધારે કોમર્શિયલ મિલકત સીલ કરી હતી. આ સાથે જ રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારના વેરા બાકી રહેતા ૨૪૦૦ જેટલી કોમર્શિયલ મિલકત સીલ કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, વડોદરા મનપાના એક ઉચ્ચ અધિકારીએ માધ્યમો સાથે કરેલ વાતચીત મુજબ ૨૦૦૩ થી અત્યાર સુધીમાં રૂપિયા ૧૬૭ કરોડનો વેરો વસૂલવાનો બાકી છે. ત્યારે આગામી સમયમાં આ વેરો વસૂલવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને વેરો નહીં ચૂકવનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરાશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY