ગાંધીનગર,તા.૬
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો બીજા રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. ૮ ઓગસ્ટે વરસાદ આવવાની સંભાવના સેવાઈ રહી છે.
છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ આગામી ૪૮ કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેસર સક્રિય થશે, જેથી ૨૪ કલાકમાં દેશના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાત સહિત પશ્ચિમનાં અન્ય રાજ્યોમાં ૮ ઓગસ્ટ પછી ફરીથી ચોમાસું સક્રિય થવાની પ્રબળ શક્યતા છે.
આ સાથે હાલમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્ય-પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તરીય આંધ્રપ્રદેશ, બિહારના પશ્ચિમ તેમ જ ગુજરાત પર અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેને કારણે ૬ ઓગસ્ટ પછી ગુજરાત સહિત દેશના પશ્ચિમી રાજ્યોમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



