ન્યુ દિલ્હી,તા.૨૪
ગુવાહાટી ટી આૅક્શન સેન્ટર (GTAC)એ એક મહિનાની અંદર બીજી વખત ઇતિહાસ રચતા વર્લ્ડ રેકોર્ડ કિંમત પર ચાનું વેચાણ કર્યુ છે. અરૂણાચલ પ્રદેશની DONY POLO TEA ESTATE દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ગોલ્ડન નીડલ્સ ટીને ગુરુવારે રોજ ૪૦૦૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ વેચવામાં આવી હતી.
આ પહેલા ૨૪ જૂલાઇના રોજ આ ઓક્શન સેન્ટરમાં અસમના ડિબ્રુગઢ જિલ્લામાં સ્થિત મનોહારી ટી એસ્ટેટની એક ખાસ ઓર્થોડોક્સ ટીને ૩૯૦૦૧ રૂપિયા પ્રતિ કિલો ભાવમાં વેચાવામાં આવી હતી. સૂત્રોનુસાર, ચાના બિઝનેસમાં જોડાયેલા લોકોનું કહેવું છે કે, GTACએ પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.
આ ચાને અસમ ટી ટ્રેડર્સને વેચવામાં આવે, જે ગુવાહટીમાં ઉપસ્થિત સૌથી જૂની ચાની દુકાનમાંથી એક છે. અસમ ટી ટ્રેડર્સના માલિકનું કહેવું છે કે, સારી ચાની માંગ સતત વધી રહી છે અને અમે સ્પેશિયલ ચા રેગ્યુલર વેચી રહ્યા છીએ. આ ગોલ્ડન નીડલ્સ ટી એક આૅનલાઇન શાપિંગ વેબસાઇટ ABSOLUTETEA.INની મદદથી વેચવામાં આવશે.
ગોલ્ડન નીડલ્સ ટી માત્ર નવા અંકુરિત પાનથી બનાવવામાં આવે છે. અરૂણાચલની સીમાના પૂર્વમાં સ્થિત ચીનના યુવાન પ્રાંત ગોલ્ડટ ટિપ ટીના ઉત્પત્તિ સ્થળ માટે જાણીતું છે. આ પ્રકારની ચા તૈયાર કરવા માટે અંત્યત સાવધાનીથી તોડવમાં આવતી નાની કળીઓ અને ગોલ્ડન કલર વાળા પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખાસ ચાનો ઉપયોગ કરવામાં આવતું પીણું મીઠું હોય છે અને સુંગધ પણ ઘણી સારી હોય છે.
DONY POLO TEA ESTATEના મેનેજર જણાવે છે કે, આ પ્રકાની ચા તૈયાર કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. સિલ્વર નીડલ વાઇટ ટી ૧૭૦૦૧ રૂપિયા પ્રતિ કિલોથી વેચાય છે. આ પ્રકારની ચા ત્યારે જ બની શકે છે જ્યારે ચાના બગીચામાં સટીક કાર્યકુશળતા સાથે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


