
ઝારખંડ હાઈકોર્ટે ઘાસ કૌભાંડ ચુકાદો આપ્યો
ન્યુ દિલ્હી,તા.૨૪
ઝારખંડ હાઇકોર્ટે ઘાસ કૌંભાડમાં RJD પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રાસદ યાદવના જામીન આગળ વધારવા માટે ના પાડી દીધી છે. લાલૂ યાદવે ૩૦ ઓગસ્ટ સુધી સરેન્ડર કરવું પડશે. લાલૂ તરફથી અપીલ કરવામાં આવી હતી કે એમના જામીનને ૩ મહિના સુધી આગળ વધારવામાં આવે.
શુક્રવારે હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન સીબીઆઇ તરફથી કહેવામાં આવ્યું કે મુંબઇથી લાલૂ સારવાર કરાવીને આવે છે અને પોતાના ઘરે ચાલ્યા જાય છે. સીબીઆઇએ કહ્યું કે લાલૂ યાદવ જામીનનો ખોટો ફાયદો ઊઠાવી રહ્યા છે.
જણાવી દઇએ કે હાલમાં જ લાલૂના પુત્ર તેજસ્વી યાદવે ટ્વિટર દ્વારા જાણકારી આપી હતી કે લાલૂનું સ્વાસ્થ્ય સતત બગડતું ગયું છે.
તેજસ્વીએ ટ્વીટ કર્યું હતું કે એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મુંબઇમાં પોતાના પિતાનું સ્વાસ્થ્ય પૂછવા આવ્યા. એમના સ્વાસ્થ્ય સતત બગડતું જવાને કારણએ અને ઇન્ફેક્શનમાં વધારાને કારણ ખૂબ જ ચિંતામાં છું. હું પ્રાર્થના કરું છું કે એ જલ્દીથી ઠીક થઇ જાય. એમની દેખભાળ માટે ડોક્ટરની પૂરી ટીમ તૈનાત છે.
જણાવી દઇએ કે લાલૂ યાદવ ઘાસ કૌંભાડ મામલમાં દોષિત કરાર આપ્યા બાદ રાંચીના બિરસા મુંડા જેલમાં રહ્યા પરંતુ ખરાબ સ્વાસ્થ્યના કારણએ એમની રાંચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આશરે ૧ મહિનાની સારવાર બાદ એમ્સે એમને ૩૦ એપ્રિલે ડિસ્ચાર્જ કરી દીધા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



