ન્યુ દિલ્હી,તા.૨૫
ઇ-કામર્સ કંપની ફ્લિપકાર્ટ ટૂંક સમયમાં ઇ-બૅને ભારતમાં બંધ કરી દેશે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર કંપનીના મુખ્ય કારોબારી અધિકારી કલ્યાણ કૃષ્ણમૂર્તિએ આ અંગે ઇમેઇલ કરીને પોતાના કર્મચારીઓને આ અંગે જાણકારી આપી છે.કૃષ્ણમૂર્તિએ ઇમેઇલમાં જણાવ્યું કે ઇબે સાથે અમારા અનુભવના આધારે અમે ઉપયોગમાં લીધેલી વસ્તુઓ ખરીદવા-વેચવા માટે એક નવી વેબસાઇટ લાન્ચ કરશે.
ઉલ્લેનીય છે કે ઈ કોમર્સ સેક્ટરમાં ફ્લીપકાર્ટે ભારતની સૌથી જુની ઈ કોમર્સ વેબાસાઈટ ઈ –બે ખરીદી લીધી હતી. આ સાથે એક સમયચક્ર પુરુ થયુ હોય તેવું લાગ્યુ હતુ. ઈ બે ભારતની સૌથી જુની ઈ કોમર્સ વેબસાઈટ છે. ફલીપકાર્ટે આ સાથે એમરિકન બેઝ કંપની ૫૦૦ મિલિયન ડાલરમાં ખરીદી લીધી છે. તેમજ તે કંપનીમાં પોતાનો ૫ટકા શેર રાખ્યો છે.
ફ્લીપકાર્ટનાં કહેવાં મુજબ તેઓ ઈ બે નાં સ્થાને જુની નવી વસ્તુઓ લેવાં – વેંચવાં માટેનું એક પ્લેટફોર્મ ઉભુ કરશે. તે ઓએલેક્સ કે ક્વીકરની જેમ કામ કરશે. તેને ફ્લીપકાર્ટે મીનીકાર્ટ એવું નામ પણ આપ્યુ છે. કે આપવાનું વિચારી રહી છે. ૨૦૧૭માં થયેલાં આ સોદાને ટેક ઓવર કરવાં માટે ની કાર્યવાહી હવે શરુ થઈ છે. તેમણે ઈ બે નાં કસ્ટમર્સને ૧૫ ઓગષ્ટ ૨૦૧૮ સુધીમાં તમામ ટ્રાંઝેક્શન કરી લેવાં સુચના આપી છે.
ઉલ્લેખનીય છે કે કેલિફોર્નિયા બેઝ્ડ કંપની એ ટેક ઓવર માટે વોલમાર્ટને પણ રિકવેસ્ટ કરી હતી. જ્યારે સામા છેડે ફ્લીપકાર્ટનાં ૭૭ ટકા કરતાં પણ વધુ શેર એમેઝોને ખરીદી લીધાં છે. ઈ – કોમર્સ ક્ષેત્રમાં ઘણાં સમયથી મોટી માછલી નાની માછલીને ગળે તેવી વ્યવસ્થા હતી. જેમાં ફ્લીપકાર્ટે મીંત્રા અને સ્નેપડીલ ખરીદી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




