દેશમાં બેકવર્ડની નહી ફોરવર્ડની હરિફાઈ કરવી છે : નરેન્દ્ર મોદી

0
11

ન્યુ દિલ્હી,
તા.૧૦/૦૩/૨૦૧૮

વડાપ્રધાને સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલનનું ઉદ્ધાટન કર્યું

આપણું સંવિધાન છે દુનિયામાં વિશેષ,પછાત જિલ્લાઓમાં કરવામાં આવે યુવા અધિકારીઓની નિયુક્ત , માત્ર રાજકારણ કરવાનો સમય ગયો, કામ પણ કરવું પડશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સમ્મેલનનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે આપણું બંધારણ દુનિયામાં વિશેષ છે. વડાપ્રધાને કહ્યું હતું કે, એક સમય હતો જ્યારે દેશમાં દરકે સમયે માત્ર રાજનીતિ જ થતી હતી. પરંતુ હવે સમય બદલાયો છે. તમે સત્તામાં હોય કે વિપક્ષમાં, પરંતું મહત્વનું એ છે કે તમે લોકો માટે કેટલું કામ કરો છો. હવે માત્ર મોરચા કાઢવાથી જનતાનું સમર્થન નથી મળી જતું. હવે લોકો વિચારે છે કે અમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે કોણ અમારી સાથે છે.

આ પ્રસંગે દેશના ૧૧૫ પછાત જીલ્લાઓના વિકાસની વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જા આ જીલ્લાઓમાં સુધાર આવશે તો દેશનો વિકાસ એની મેળે જ થશે. જા કોઈ રાજ્યમાં કેટલાક જીલ્લા ખુબ જ પ્રદર્શન કરતા હોય તો તેનો અર્થ એ છે કે ત્યાં ક્ષમતા રહેલી છે. પાછળ રહી ગયેલા વિસ્તારો પર પણ આપણે ધ્યાન આપવું જાઈએ. રાજ્ય કે ભારત સરકાર જ્યારે પોતાના લક્ષ્યાંકો નક્કી કરે છે કે ત્યારે સરળ રીતે પરિણામ આપનારાઓ પર ધ્યાન આપવામાં આવે છે. જેના કારણે જે સારૂં કરે છે તે ખુબ જ ઝડપથી આગળ વધવા લાગે છે. પરંતુ જે પહેલેથી જ પાછળ છે તે વધારે પાછળ રહી જાય છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, સામાન્ય રીતે ડીસ્ત્રીકત કલેક્ટરની સરેરાસ વય ૨૮ થી ૩૦ વર્ષ સુધીની હોય છે. પરંતુ ઘણીવાર પછાત જીલ્લાઓમાં વધારે ઉંમરના ડીએમને તૈનાત કરવામાં આવે છે. હવે આપણે નક્કી કરવું પડશે કે, આવા ૧૧૫ જીલ્લાઓમાં એ અધિકારીઓની જ નિમણુંક કરવામાં આવે જેમનામાં જુસ્સો હોય અને તે કંઈક કરી શકે તેમ હોય. પરંતુ આવા જીલ્લાઓમાં અધિકારીઓને નિમવામાં આવે તો કહે છે કે ક્યાં મોકલી દીધા? આ માનસીકતા જ સમસ્યાનું મૂળ છે. ઘણી વાર એક જ પ્રકારના સંસાધનોમાં જુદા-જુદા જીલ્લાઓની સ્થતિ પણ જુદી જુદી હોય છે. તેનું કારણ સંસાધનોની ઉણપ નહીં પરંતુ પ્રયાસોમાં રહેલી ખામી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશમાં સૌથી મોટી સમસ્યા બેકવર્ડને લઈને માનસિકતા છે. આપણે વિચારીયે છીએ કે આ જીલ્લો તો પછાત છે, અમે પછાત જીલ્લાથી છીએ. પરંતુ આવું વિચારવું એ જ ખોટું છે. આપણે બેકવર્ડ નહીં પરંતુ ફોરવર્ડની હરીફાઈ કરવી જાઈએ. વડાપ્રધાને ઉદાહરણ આપતા કહ્યું હતું કે, રેલવેમાં ફર્સ્ટ, સેકંડ અને થર્ડ ક્લાસ હતો, પરંતુ બાદમાં રેલવેએ થર્ડ ક્લાસના નામને હટાવી દીધું હતું. તેનું કારણ થર્ડ ક્લાસ પાછળની માનસિકતામાંથી બહાર આવવાનું હતું. કંઈક આવું જ પછાત જીલ્લાઓને લઈને પણ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY