લીંબડી વિશા શ્રીમાળી સોની સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ ને ઇનામ વિતરણ તેમજ સમાજ ના સેવકો નું સન્માન કરવામાં આવ્યું .

0
247

લીંબડી વિશા શ્રીમાળી સોની સમાજ દ્વારાના સર્વો જ્ઞાતિજનો ના સાથ સહકારથી જ્ઞાતિના તેજસ્વી તારલાઓ ને ઇનામ વિતરણ (વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન) અને સમાજ ને સંગઠિત રાખનાર, સમાજ ને સમૃધ્ધ અને સુદ્રઢ બનાવવા માટે આજે લીંબડી ખાતે આયોજન કરવામાં આવેલ હતું.

તેમજ જેમના રદય મા સદાય સમાજ નું હિત જ હૈયે વસેલું રહેલુ હતું તેવા જીવનપર્યત સમર્પિત ભાવથી સમાજ ની અખંડિતતા અને સંગઠનના હિમાયતી પદ કરતા સેવા ના ભેખધારી નાના મોટા પ્રશ્નો ને આગવી સૂઝ-બુઝ થી ઉકેલવાની કુનેહ ધરાવનાર એવા સન્માનીય વડીલ અ.નિ.ભગવાનજીભાઈ નરોતમભાઈ ભાલાણી, તેમજ શ્રી લીંબડી સોની સમાજ મા 35 વર્ષ પ્રમુખ પદે રહી સમાજસેવાનિષ્ઠા કર્તવ્ય પરાયણતા ના દર્શન કરાવનાર સન્માનીય મુરબ્બી ગો,વા, પાનાચંદભાઈ છગનભાઇ રાણપુરા તથા સમાજહિત ની આગવી સુઝ,અનુભવ વાણીની મધુરતા અને બુધ્ધિગમ્ય વિચારસરણી દ્વારા સમાજ ના સંગઠન ને મજબૂત બનાવવા ના ઉમદા ધ્યેય ,ઉત્સાહ અને સમર્પણ ભાવ સાથે ૧૩ વર્ષ પ્રમુખ પદે રહી સમાજસેવા કરનાર સન્માનીય વડીલ શ્રી મુકેશભાઈ ગિરધરભાઈ માલવીયા તથા રાજકીય,સામાજીક..શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રો માં અનેક હોદ્દાઓ આગવી સૂઝબૂઝ થી સફળતાપૂર્વક નિભાવી લીંબડી સોની સમાજ નું ગૌરવ વધારનાર એવા સમાજસેવી પરમ આદરણીય વડીલશ્રી પ્રકાશભાઈ સોની સાહેબ અને આજના સત્કાર સમારંભ તથા ઇનામ વિતરણ ના કાર્યક્રમ મા પ્રમુખ સ્થાન ને શોભાવનાર શ્રીમાળી સોની સમાજ ના ભામાશા શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ ના પૂર્વ પ્રમુખશ્રી નટવરલાલ વચ્છરાજ ચોકસી(જૂનાગઢ) સમાજ સારથી – જ્ઞાતિરત્નો નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જ્ઞાતિના તેજસ્વી તારલાઓ ને ઇનામ વિતરણ (વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન) કરવામાં આવ્યું હતું,

આજના કાર્યક્રમ માં લીંબડી સોની સમાજે આમંત્રિત કર્યા એવા મહેમાન મહાસમિતિ સભ્ય હર્ષદભાઈ(ઉમરાળા), અશ્વિન પાટડીયા,મનીષભાઈ ઉંડવીયા, ધર્મેન્દ્રભાઈ કાત્રોડિયાભુમિતભાઈ પાટડીયા ધ્રાંગધ્રા, ચિરાગભાઈ પાટડીયા ધ્રાંગધ્રા અને આપના આ પ્રેરણાદાયી સમાજલક્ષી કાર્યના સહભાગી બનવાનો લ્હાવો મળ્યો હતો તે અવિસ્મરણીય પળો સ્મૃતિપટ પર સદાય અંકિત રહેશે ….આપ સર્વે હોદ્દેદારો નો અમે ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

લીંબડી સોની જ્ઞાતિનું ગૌરવ વધારનાર એવા તમામ પૂર્વ પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ એવા…..પ્રમુખ દેવાભાઈ આર.રાજપરા, ઉ૫પ્રમુખ મુકેશભાઈ પી.મોડેસરા મંત્રી રશ્મિનભાઈ એલ.પટ્ટણી અને ટ્રસ્ટીઓમાં જિતેન્દ્રભાઈ રોજાસરા, હરેશભાઇ ડી.રાજપરા, નરેન્દ્રભાઇ ડી.આદેશરા, મુકેશભાઈ એલ.રોજાસરા, ભરતભાઇ વી.માલવીયા, હર્ષદભાઈ ડી.આદેશરા, નિલેશભાઈ સી.ફિચડિયા, હરેશભાઇ એચ.પાટડીયા તેમજ સર્વે કારોબારી સભ્યશ્રીઓએ આ કાર્ય ક્રમ ને સફળ બનાવવા ખુબજ મહેનત કરી હતી.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY