શું મોદી સરકાર ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરશે…!!?

0
173

જે વ્યક્તિ થોડા સમય પહેલાં અખંડ ભારતના એક રાજ્યની મુખ્ય પ્રધાન હતી એ જ વ્યક્તિ પોતાની સત્તા જતાં પક્ષ તૂટવાના ડરથી જ્યારે ભારતમાં આતંકવાદીઓ પેદા થશે તેવી ચેતવણી ઉચ્ચારી શકતી હોય, સો કરતાં વધુ વર્ષ જૂની પાર્ટી જે દેશને આઝાદી અપાવવામાં ઝઝૂમી હોય, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ જેવા નેતાઓ જે પાર્ટીએ આપ્યા હોય એ પાર્ટીનો એક નેતા જા દેશ હિન્દુ પાકિસ્તાન બની જશે તેમ કહી શકતો હોય તો એક હિન્દુ તરીકે એક જ વાતને સમર્થન આપવું જોઈએ કે હવે સમય આવી ગયો છે આ દેશને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાનો, ભારતથી હિન્દુસ્તાન તરફ પ્રયાણ કરવાનો. ભારતે સમગ્ર વિશ્ર્વના ધર્મને અપનાવ્યા છે, પોતાના બનાવ્યા છે, પરંતુ એેનો મતલબ એ ક્યારે પણ નથી થતો કે તે પોતાની સંસ્કૃતિ ભૂલી જાય. આ દેશમાં જે અન્યાય હિન્દુઓ સાથે થયો છે તેટલો બીજા કોઈ પણ ધર્મ સાથે નથી થયો એ આપણી કમનસીબી છે. અનેક લોકો દેશના કાનૂનની ઐસીતૈસી કરીને શરિયતના કાયદાને માનતા હોય છે, તે આપણે ચલાવી લઈએ છીએ. મંદિરોમાં સ્ત્રીના પ્રવેશના નિર્ણય આપણી અદાલતો તરત જ લઈ લે છે અને દરગાહમાં સ્ત્રીઓના પ્રવેશ અંગે જે તે ધર્મની વ્યાખ્યા આપણા માથે થોપતી હોય છે. આપણા દેશમાં આપણે એક રામ મંદિર માટે દાયકાઓથી ઝઝૂમવું પડે છે, સર્વધર્મ સમભાવમાં માનવાની આપણી રીતને કારણે ઘરના છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો જેવો તાલ હિન્દુ ધર્મનો થયો છે. ફિલ્મોમાં પણ બ્રાહ્મણ પંડિતોને દાનભૂખ્યા પૈસાભૂખ્યા કે ખોટાં કામ કરાવતાં અનેક વખત દેખાડવામાં આવ્યા છે, પરંતુ ક્યારેય કોઈ મુસ્લિમ ફકીર કે મૌલાનાને નહીં દેખાડાય આવી રીતે, ભગવાન સામે હીરો અનેક સંવાદ બોલતો જાયો છે, પરંતુ એ જ હીરો કોઈ મસ્જિદમાં અલ્લાહને ચેલેન્જ આપતો જાયો છે ક્યારેય તમે? નહીં ને. કેમ કે આપણે સહિષ્ણુ છીએ, આ દેશમાં જા કોઈ સૌથી વધુ સહન કરતું હોય તો તે હિન્દુ છે, પરંતુ હવે સમય આવી ગયો છે આપણે મજબૂત થવાનો, એક થવાનો.
જા કોઈ મુફ્તિ કોઈ થરૂર કે કોઈ ઓવૈસી દેશની વિરુદ્ધ કંઈ પણ બોલે તો તેને જડબાતોડ જવાબ આપવાનો. ગાંધીજીએ આપેલો અહિંસાનો માર્ગ આવા લોકો સામે ક્યારેય નહીં ચાલી શકે. અહિંસામાં માનવાને કારણે આપણે થોડા નપુંસક જેવા થઈ ગયા છીએ. કોઈ કંઈ પણ બોલી જાય આપણને કંઈ અસર નથી થતી. એટલે હવે અંદરના આત્માને જગાડવાની જરૂર છે. મારા દેશ વિરુદ્ધ, મારા ધર્મ વિરુદ્ધ કોઈ કંઈ ખોટું બોલશે તો તેને તેની જ ભાષામાં જવાબ આપીશ એવી વિચારધારા કેળવવાની જરૂર છે, આ માટે આરએસએસ કે ભાજપ કે બીજા કોઈની જરૂર નથી. આ આપણે પોતે કેળવી શકીએ તેમ છીએ, કેમ કે ભાજપ કે બીજા કોઈ પણ તો માત્ર વોટ બૅન્ક ખાતર જ તમને પ્રેરી રહ્યા છે. કાલે જા બીજા ધર્મના લોકો તેમને મત આપવાનું ચાલુ કરશે તો તે તમને પણ ભૂલી શકે તેમ છે એટલે આપણે પોતે જ જાગવાની, જગાડવાની અને ઝઝૂમવાની જરૂરત છે, જ્યાં સુધી આપણે પાછા હિન્દુસ્તાનમાં ન પહોંચી જઈએ ત્યાં સુધી. કરી દો આજથી જ શરૂઆત.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY