કાઠમાંડૂ,તા.૨૧
ગુરૂવાર રાત્રે મુંબઇ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી ખુર્શીદ આલમની નેપાળમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
સુત્રો મુજબ બે મોટરસાયકલ પર આવેલા ચાર શખ્સોએ આલમ પર ગોળીબાર કર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું. આ બનાવ સુનસારી જીલ્લાના હરિનગર વિસ્તારમાં આવેલા ભુતહા બજારમાં બની હતી. અપરાધમાં વપરાયેલી મોટરસાયકલની નંબર પ્લેટ ભારતની હોવાના એહવાલ છે અને માનવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો આલમની હત્યા કર્યા બાદ ભારત ભાગી ગયા હતા.
આ હુમલામાં એક નેપાળ પોલીસનો કર્મચારી પણ ઘાયલ થયો છે. પોલીસ કોન્સ્ટેબલે ભારત-નેપાળની બોર્ડર પર હુમલાખોરોનો પીછો કરી તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આથી હુમલાખોરોએ કોન્સ્ટેબલ પર પણ ગોળીઓ ચલાવી હતી.
ખુર્શીદ આલમ નેપાળની એક શાળામાં આયાર્ય હતો. તેનું નામ ૨૦૦૮ના બાટલા એન્કાઉન્ટરમાં ફરાર આંતકવાદીઓમાંથી એક શહેજાદ પપ્પુની ધરપકડ પછી બહાર પડ્યું હતું. શહેજાદ પપ્પુ સ્પેશિયલ ઇન્સપેક્ટર મોહન ચંદ શર્માની ગોળીમારી હત્યા કરવાના આરોપમાં દોષિ જાહેર કરવામાં આવ્યો હતો.
મુંબઇ બોમ્બબ્લાસ્ટનો મુખ્ય આરોપી ખુર્શીદ આલમ ૈંજીંનો એજન્ટ હતો અને ઇન્ડિયન મુજાહિદ્દીનના આંતકવાદીઓ જ્યારે બાટલા એન્કાઉન્ટર બાદ ફરાર થયા હતા ત્યારે નેપાળમાં ખુર્શીદે તેમના પાસપોર્ટ બનાવ્યા હતા તેમજ તેમના રહેઠાણની વ્યવસ્થા કરી હતી. તે ઇન્ડિયન મુજાહિદ્દીનના આંતકવાદીઓ માટે સહાયકની ભૂમિકા ભજવતો હતો. તેમજ નેપાળમાં તે આઇએસઆઇનો મુખ્ય ચેહરો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




