કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડા મોડી બપોરે સુધી આવશે
સુરત, તા. ૨૫
સરથાણા તક્ષશીલા આર્કેડની ગમખ્વાર ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસપક્ષના વિપક્ષીનેતા પરેશ ધાનાણી સુરત દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ મૃતક પરિવારજનોને સાંત્વના આપી હતી. કોંગ્રેસ નેતા પરેશન ધાનાણીએ મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પતા રડી પડયા હતા.
ત્યારબાદ આજે બપોરે ૩ઃ૩૦ કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સુરત આવશે. ઘટના સ્થળે જશે તેમજ મૃતકના પરિવારજનોને મળી સાંત્વના આપશે તથા પી.પી. સવાણી, કિરણ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ ખાતે ઈજા પામના બાળકોની મુલાકાત લઈ ખબર અંતર પૂછશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



