વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયમાં વિદ્યાર્થીની ઘાતકી હત્યાથી ચકચાર મચીજવા પામી છે. સ્કૂલ પાસેના મંદિરની છત પર સ્કૂલ બેગમાંથી ચાકૂ મળી આવતા સ્કૂલના જ કોઇ સ્ટુડન્ટે હત્યા કરી હોવાની પોલીસને શંકાઓ સેવાઇ રહીછે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી છે મળતી વિગતો મુજબ વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયના શૌચાલયમાંથી નવમાં ધોરણમાં ભણતા તડવી દેવ ભગવાનદાસ નામના વિદ્યાર્થીનો મૃતદેહ આજે બપોરના સમયે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ બાબતે તપાસ હાથ ધરી હતી. ભોગ બનનાર વિદ્યાર્થીને પેટ અને ગળાના ભાગમા છરીના ઘા માર્યા બાદ દિવાલ સાથે માથુ પછાડીને હત્યા કરી દેવામાં આવી હતી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા ચાલવાઈ રહી છે આ ઘટનાને પગલે વાલી મંડળ સાથે શહેર ભરમાં ચકચાર મચીજવા પામી છે
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





