વાશિંગ્ટન,તા.૧૦
રાજકારણમાં પરિવારવાદનો વિવાદ હવે યુએસમાં પણ થાય તો નવાઈ નહીં. યુએસના રાજદૂત નિક્કી હેલીના રાજીનામા વિવાદ બાદ હવે ટ્રમ્પની પુત્રી ઈવાંકાને આ પદ માટે નિયુક્ત કરાય તેવી સંભાવના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે જા તેમને ભાઈ-ભત્રીજાવાદની ફરિયાદો નહીં મળે તો તેમની દીકરી ઈવાંકા સંયુક્ત રાષ્ટ્રમાં દેશના રાજદૂત તરીકે પ્રભાવશાળી સાબિત થશે. ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે ઇવાંકા પ્રભાવશાળી સાબિત થશે. તેને ભાઈ-ભત્રીજાવાદથી કંઇ લેવા-દેવા નથી, પરંતુ હું તમને જણાવવા માંગુ છું કે જે લોકો જાણે છે તેમણે ખબર છે કે ઇવાંકા પ્રભાવશાળી સાબિત થશે. પરંતુ તમે જાણો છો કે ત્યારબાદ મારા પર ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લાગશે.
તેના થોડા કલાક પહેલા ટ્રમ્પે અચાનક રાજદૂત નિક્કી હેલીના રાજીનામાની જાહેરાત કરી હતી. હેલી આ વર્ષના અંત સુધી પદથી રાજીનામું આપશે. આ પગલાએ તમામને આશ્ચર્યમાં મુક્યાં છે. ટ્રમ્પે ઇવાંકાની નિમણૂકની શકયતાને નકારી ન કાઢતા પત્રકારોને જણાવ્યું કે અમે ઘણા લોકોના નામ પર વિચારણા કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે ઇવાંકા અને તેમના પતિ જેરેડ કુશનર વ્હાઇટ હાઉસમાં ટોચના સ્તર પર અનપેઇડ એડવાઇઝર તરીકે કામ કરે છે. અન્ય કામો ઉપરાંત કુશનરને પશ્ચિમ એશિયામાં શાંતિ યોજના તૈયાર કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



