ન્યુ દિલ્હી,તા.૧૦
એરપોર્ટ પર તહેનાત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા (સીઆઈએસએફ)ના જવાનોને વધારે હસવાની ના પાડવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું છે કે, અમેરિકામાં ૯/૧૧ હુમલાનું આ પણ એક કારણ માનવામાં આવે છે કે સુરક્ષાકર્મીઓ યાત્રીઓની તપાસમાં વધારે ફ્રેન્ડલી રીત અપનાવી રહ્યા હતા.
સીઆઈએસએફના આદેશનો હેતુ જવાનોને તે જણાવવાનો છે કે, યાત્રીઓ મામલે તેઓ વધારે ચોક્કસ રહે. સીઆઈએસએફના મહાર્નિદેશક રાજેશ રંજને કહ્યું છે કે, સુરક્ષામાં તહેનાત જવાનો યાત્રીઓ સાથે વધારે ફ્રેન્ડલી ન રહે. રંજને કહ્યું છે કે, યાત્રીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે વિશે આંતરરાષ્ટ્રીય સલાહકાર જવાનોને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
છેલ્લાં ૧૦ વર્ષમાં એર પેસેન્જરની સંખ્યામાં છ ગણો વધારો થયો છે પરંતુ દેશના એરપોટ્ર્સ સુરક્ષામાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, સરકારે ક્ષમતા અને સુરક્ષા વધારવામાં અબજા રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




