કોલકાત્તા,તા.૧૦
કોલકત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા રાજ્યમાં દુર્ગા પૂજા કમિટીઓને અનુદાન આપવાના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો છે. અરજીનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરતા કોલકત્તા હાઈકોર્ટે કહ્યું છે કે આ મુદ્દો આગામી બજેટ બાદ ઉઠાવી શકાય છે. રાજ્ય સરકારે મંગળવારે તર્ક આપ્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરકાર દ્વારા દરેક દુર્ગા પૂજા કમિટીઓને દશ હજાર રૂપિયા આપવાના નિર્ણયના અમલીકરણનો હુકમ આપ્યો હતો. પશ્ચિમ બંગાળમાં કુલ ૨૮ હજાર દુર્ગા પૂજા કમિટીઓ છે.
પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે કહ્યું હતું કે કોર્ટ રાજ્ય સરકારના એકિજકિયુંટિવ ઓર્ડરમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આ નિર્ણયને માત્ર રાજ્યની વિધાનસભા જ પડકારી શકે છે. કોલકત્તા હાઈકોર્ટ દ્વારા સંબંધિત મામલાની પીઆઈએલ પર સુનાવણીનો ઈન્કાર કરાયો હોવાથી જાહેરહિતની અરજી નામંજૂર થઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



