દુબઈ,તા.૨૪
કેરળમાં ભિષણ પૂર બાદ પારાવાર તારાજી સર્જાઈ છે. એક તરફ કેન્દ્ર સરકાર શક્્ય તમામ મદદ કરી રહી છે તો બીજી તરફ યૂનાઈટેડ અરબ અમીરાત (UAE) તરફથી ૭૦૦ કરોડ રૂપિયાની મદદની ઓફર કરવામાં આવી હોવાની વાતો સામે આવી હતી. કેન્દ્રએ નિયમોનો હવાલો આપતા આ મદદ લેવાનો ઈનકાર કરી દીધો. ત્યાર બાદ દેશભરમાં રાજકારણ ખેલાવવાનું શરૂ થઈ ગયું હતું. પરંતુ હવે સમગ્ર વાત જ ફિયાસ્કો સાબિત થતી જણાય છે.
ખુદ UAEતરફથી કહેવામાં આવ્યુ છે કે, તેમણે હજી સુધી આવી કોઈ જ મદદની જાહેરાત કરી જ નથી. ભારતના એક જાણીતા સમાચારપત્રના અહેવાલ અનુંસાર UAEના રાજદૂત અહમદ કહ્યું છે કે, હજી સુધી તેમના દેશે કેરલ માટે કોઈ સ્પરષ્ટ આર્થિક મદદની જાહેરાત કરી નથી. તેમણે એમ પણ કહ્યં છે કે, અમે હજી આ નુંકશાનનો અંદાજ લગાવી રહ્યાં છીએ. હજી આ દિશામાં તમામ બાબતો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેથી મારૂ માનવું છે કે, હજી સુધી UAE તરફથી રકમને લઈને કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.
અહમદ અલ્બાનાને જ્યારે પુછવામાં આવ્યું કે, એનો મતલબ કે હજી સુધી UAE તરફથી ૭૦૦ કરોડ રૂપિયાની મદદની જાહેરાત નથી કરવામાં આવી? તો તેમણે જવાબ આપતા કહ્યું હતું કે, હા, આ સાચુ છે. હજી સુધી કોઈ જ અંતિમ નિર્ણય લેવાયો નથી. ના તો કોઈ જાહેરાત થઈ છે.
અગાઉ કેરળના મુખ્યમંત્રી પિન્નરાઈ વિજયને કહ્યું હતું કે, અબૂધાબીના પ્રિંસ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી છે અને તેમને ૭૦૦ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. આ મામલે અહમદ અલ્બાનાએ કહ્યું હતું કે, યૂએઈના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધા અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાહિદ અલ મકતૂમ તેના માટે એક રાહત સમિતિની રચના કરી છે. જેનો ઉદ્દેશ્ય કેરળના લોકો માટે ફંડ એકત્ર કરવાનો, મદદ માટે જરૂરી સામાન, દવાઓ વગેરેની વ્યવ્યસ્થા કરવાનો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



