હાર્દિક મક્કમ્‌ : આજથી પોતાના ઘરે કરશે આમરણાંત ઉપવાસ

0
20

અમદાવાદ,તા.૨૪
૨૫મી ઓગસ્ટના રોજ શરૂ થઈ રહેલા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ હાજર રહેશે તેવો દાવો પાસના કન્વિનર હાર્દિક પટેલે કર્યો છે. ઉપવાસ પહેલા મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ૨૫મી તારીખથી તે પોતાના ઘરે જ ઉપવાસ કરશે. રામોલ કેસમાં ધરપકડ થશે તો તે જેલમાં ઉપવાસ કરશે અને અન્ય લોકો પોતાના ઘરે અને તાલુકા મથકે ઉપવાસ કરશે. સાથે જ હાર્દિકે એવો દાવો કર્યો છે કે તેના ઉપવાસ આંદોલનમાં રાષ્ટ્રીય નેતાઓ પણ રવિયા જાડાશે.
હાર્દિકે કહ્યું હતું કે તેણે આ માટે નેતાઓ સાથે ઔપચારિક વાત કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, કોંગ્રેસના નેતા રાજ બબ્બર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપવાસ આંદોલનમાં જાડાશે તેવો દાવો હાર્દિક પટેલે કર્યો છે.
હું જેલમાં રહીને ઉપવાસ કરીશ. અન્ય લોકો તાલુકા કક્ષાએ ઉપવાસ કરશે. અમુક લોકો ઘરે ઉપવાસ કરશે. સમાજ અને ખેડૂતોના હિત માટે લડાઈ ચાલુ જ રાખીશ. સરકાર સાથ સહકાર નહીં આપે તો આ લડાઈ ખૂબ જ મોટી બનશે. ગામડે ગામડે લોકો જાગૃત થશે અને લોકક્રાંતિ આવશે.
આવતી કાલના ઉપવાસ માટે પણ પોલીસની મંજૂરી મળી શકી નથી જેથી આવતી કાલે પણ ઉપવાસ પહેલાં તેની અટકાયત કરવામાં આવે તેવી શક્્યતા છે. હાર્દિક પટેલની જા અટકાયત કરવામાં આવે તો ૧૯, ઓગસ્ટના રોજ અટકાયત બાદ સુરત સહિતના શહેરોમાં જે રીતે વિરોધ અને તોડફોડના બનાવો બન્યા હતા તેવી પરિÂસ્થતિ આવતી કાલે ન સર્જાય તે માટે પોલીસ આજથી અલર્ટ બની ગઇ છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY