દિવ્યેશ દરજીનું વધુ એક કૌભાંડઃ ‘દેકાડો કોઈન’ના નામે કરોડો ડુબાડ્યા

0
5

સુરત,તા.૧૧
બીટકોઈનના નામે સુરત સહીત દેશ અને દુનિયા ભરમાં લોકોનાં કરોડો રૂપિયા ડુબાડી દેનારા દિવ્યેશ દરજીનું વધુ કૌભાંડ સામે આવ્યું છે. સુરત સીઆઈડી ક્રાઈમ યુનીટે દિવ્યેશ દરજીનાં દેકાડો કોઈન કૌભાંડમાં રૂ. ૪૮ લાખની ઠગાઈનો ગુનો નોંધ્યો છે. દિવ્યેશ ઉપરાંત રણજીત સક્સેના સહિતના નામોનો પણ ઉલ્લેખ કર્યો છે. સીઆઈડીનું કેહવું છે કે આ કૌભાંડ ૫૦૦ કરોડથી વધુનું હોઈ શકે છે.
સીઆઈડી ક્રાઈમના જણાવ્યું અનુસાર સુરતમાં રહેતા દિવ્યેશ ધનસુખલાલ દરજી અને રણજિત સક્શેનાએ વર્ષ ૨૦૧૮માં દેકાડો કંપની બનાવી તેનું વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તમામે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા ઈન્ટરનેશનલ બિઝનેશ સેન્ટર ખાતે ઓફિસ શરૂ કરી હતી. દિવ્યેશે અને રણજીતે વેબસાઈટ બનાવી પિરામિડ સીસ્ટમ મુજબ ઉંચુ કમિશન આપવાની જાહેરાતો કરી સમગ્ર વિશ્વમાં રોકાણકારો પાસેથી બીટકોઈન સ્વીકારી દેકાડો કોઈનનો આઈ.સી.ઓ લાવી દેકાડો કોઈન લોંચ કર્યો હતો.
દિવ્યેશ ધનસુખલાલ દરજી અને રણજિત સક્શેનાએ લાખો કોઈનનું વેચાણ કરી કોઈનને લાગતા સ્ટેકિંગ, લેન્ડિંગ, માઈનિંગ તથા ટ્રેડિંગના પ્લોટફોર્મ બનાવી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ બીટકોઈન, દેકાડો કોઈન, ઈથીરીયમ મારફતે મેળવ્યા હતા. તમામે દેશ અને વિદેશમાં દેકાડો કોઈનના પ્રમોશન કાર્યક્ર્‌મો પણ કર્યા હતા. દેકાડો કોઈન માટે તેમને અલગ અલગ સ્કીમો બનાવી હતી, જેમાં ૧ માસમાં ૪૨ ટકા સુધીના વળતર તથા ૦.૫ થી લઈને ૭ ટકા સુધી અપલાઈન રેફરલ બોનસ, દર મહિને ૧૨ ટકા, ૬ મહિને ૭૨ ટકા વ્યાજ આપવાની, ઉપરાંત લેન્ડીગ પ્લેટફોર્મમાં રોકાણકારોને રોજના ૧ થી ૨ ટકા વ્યાજ અને લોકીંગ પિરિયડ પૂર્ણ થયા બાદ ૧૫ ટકા સુધી બોનસ કમિશનની જાહેરાત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY