ચૌટાબજારમાં મહિને રૂ.૧૦થી ૨૦ હજારનું ભાડુ વસુલતા વેપારીઓ દબાણ માટે જવાબદાર

0
66

પોલીસ અને મ્યુનિ. તંત્રની બેદકારી સાથે

૧૫૦થી વધુ દબાણોનું મહિનાનું ભાડું રૂ.૨૦ લાખથી વધુ

હપ્તા આપીને દબાણ કરનારાઓ બિન્ધાસ્ત બન્યા છે

સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે દબાણના કારણે ૧૦૮ એમબ્યુલન્સ ફસાયા બાદ મ્યુનિ. અને પોલીસ તત્રની જવાબદારી કહેવાય રહી છે. જોકે, મ્યુનિ. અને પોલીસ તંત્રની બેદરકારી સાથે સાથે ચોટાબજારમાં દુકાન ધરાવતા વેપારીઓ પણ આ ગેરકાયદે દબાણ માટે જવાબદાર છે. ચોટાબજારમાં મ્યુનિ.એ બનાવેલા રોડ પર વેપારીઓ છાપ-ટેબલવાળા પાસે ૧૦થી ૨૦ હજાર રૂપિયાનું ભાડું વસુલે છે. ચોટાબજારમાં ૧૫૦થી વધુ દબાણ કરનારાઓના કારણે આ ભાડાની વસુલાત મહિને ૨૦ લાખ કરતાં પણ વધુ થાય છે. સુરતના ચૌટાબજારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ફસાયાનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થયાં બાદ ચોટા બજારમાં દબાણ કરનારાઓની જાત જાતની વાત બહાર આવી રહી છે. સુરતના ચોટાબજારમાં દુકાનદારોએ મ્યુનિ.ના રોડ પર કબ્જો જમાવીને રોડનું તગડું ભાડું વસુલી રહ્યાં છે. ચોટાબજારમાં ચાલતી ચર્ચા મુજબ ૧૫૦થી વધુ છાબ અને ટેબલનું દબાણ માટે દુકાનદારો પણ જવાબદાર છે. પોલીસ-પાલિકા- વીજ કંપની સાથે સેટીંગ કરીને આ ગેરકાયદે દબાણ થઈ રહ્યાં છે. ચોટાબજારમાં એક છાબ- કે ટેબલ મુકવાનું ભાડું ૧૦થી ૨૦ હજાર રૃપિયા મહિને વસુલાય રહ્યું છે. મ્યુનિ.ના રોડનું આટલું તગડું ભાડું દુકાનદારો વસુલે છે તેવી વાત છતાં મ્યુનિ.તંત્ર ચૂપ બેઠું છે. મ્યુનિ. તંત્રે ચૌટા બજારમાં દેખાડા પુરતું દબાણ હટાવે છે તેથી દબાણ કરનારાઓને મોકળું મેદાન મળી જાય છે. ચોટા બજારમાં માંડ દસેક વેપારીઓ એવા હશે  જેમની દુકાન સામેનો રોડ ભાડે આપવામા આવતો નથી. બાકીના રોડ પર ભાડુ વસુલાય રહયું છે. આ દબાણ માટે મ્યુનિ. તંત્ર, પોલીસ તંત્ર સાથે સાથે વેપારીઓ જવાબદાર છે પણ હપ્તા સિસ્ટમ ચાલતી હોવાથી ચૌટા બજારના ગેરકાયદે દબાણ દુર કરવા અશક્ય બની રહ્યાં છે. ચોટાબજારમાં દબાણ કરનારાઓને વેપારીનો સપોર્ટ હોવાથી મ્યુનિ.તંત્ર જ્યાં સુધી મ્યુનિ.ના રોડ ભાડે આપનારા વેપારીઓ સામે પગલાં ન ભરે ત્યાં સુધી દબાણની સમસ્મયા દુર થાય તેવી શક્યતા નથી. નોકરો કર્મચારીઓનું વેરીફિકેશન પણ ગેરકાયદે દબાણ કરનારાની પોલીસ પાસે માહિતી નથી સુરતના ચૌટાબજારમાં ગેરકાયદે દબાણ કરનારા ઘણાં માથા ભારે તત્વો પણ હોવાથી દબાણ દુર કરવાની કામગીરી દરમિયાન હુમલા પણ થાય છે. થોડા સમય પહેલાં માથાભારે દબાણ કરનારા તત્વોએ ટ્રાફિક બ્રિગેડની મહિલા કર્મચારી પર હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. કોઈ દુકાનમાં કર્મચારી કે કારીગર હોય તો પોલીસમાં તેની જાણ કરવી જરૃરી છે. પણ ચોટા બજારમાં દુકાન બહાર ગેરકાયદે દબાણ કરનારા સેંકડો લોકો એવા છે જે ઓ સુરત બહારથી આવે છે અને ધંધો કરી કે હુમલો કરીને જતા રહે છે. આવા લોકોના કોઈ પોલીસરેકર્ડ નથી. દુકાનમાં કામ કરનારાના રેકર્ડ ન હોય તો પોલીસ કેસ થાય છે પણ દુકાન બહાર ગેરકાયદે દબાણ કરનારાના પોલીસ પાસે પણ કોઈ રેકર્ડ ન હોવાથી હુમલાખોરો ઘણી વાર પકડાતા નથી. દુકાનદારો વીજ કંપનીનો પાવર પણ વેચે છે દુકાનદારો દબાણ કરનારા પાસે ભાડું વસુલતા ઉપરાંત લાઈટ બિલના પૈસા પણ વસુલી લે છે.ગેરકાયદે દબાણ કરનારાઓને દુકાનદારો જ વીજ જોડાણ આપે છે. બીજાને જોડાણ આપવું ગેરકાયદે હોવા છતાં ખુલ્લેઆમ આ ધંધો થાય છે. વીજ કંપની પણ માટે કોઈ પગલાં ભરતી નથી. ચર્ચા મુજબ દુકાનદાર ગેરકાયદે દબાણ કરનારાને એક બલ્બ બહાર કાઢી આપે તો રોજનું ત્રીસ રૃપિયા ભાડું વસુલે છે. ગેરકાયદે દબાણનો સામાન દુકાનમાં મુકવા માટે પણ મહિને ૩૦૦થી ૪૦૦ રૃપિયા વસુલે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY