ઉજ્જવલ્લા યોજનાથી લોકોના ઘરમાં અંધકાર પ્રસર્યો

0
7

બનાસકાંઠા,તા.૨૬
ઉજ્જવલ્લા યોજનામાં ઉજાસને બદલે અંધકાર પ્રસર્યો છે. વાત છે અમીરગઢ અને દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારની. જ્યાં લોકોને ઘરમાં અજવાળાને બદલે અંધકાર પ્રસર્યો છે. જેના કારણે લોકોમાં આક્રોશ જાવા મળી રહ્યો છે. અમીરગઢ અને દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકો માટે પ્રધાનમંત્રી ઉજવ્વલા યોજના લોકોને હવે અંધકારમય લાગી રહી છે
મફત ગેસ કનેક્શન આપવાની આ યોજનાને લઇને લોકો હવે ફસાયા છે એક તરફ નહીવત વરસાદ બીજી તરફ મોંઘવારી અને આ સરકારનું મફત ગેસ કનેક્શન લઇને આ અંતરિયાળ વિસ્તારના લોકો ફસાયા છે.કારણકે આ યોજનાનો લાભ લેતાની સાથે જ કેરોસીન મળતું બંધ થઈ ગયું અને લોકોની હાલત બની કફોડી બની છે.
સૌથી કરૂણતાની વાત તો એ છેકે જે લોકોએ ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શનની વાત સાંભળી રજિસ્ટ્રેશન કરાવ્યું તે લોકોમાંથી ઘણાને તો ગેસ સિલિન્ડર પણ મળ્યુ નથી અને રજિસ્ટ્રેશન થઈ જતાં જ કેરોસીન બંધ થઈ ગયું છે. ત્યારે ઉજ્જવલા યોજના આ લોકો માટે અંધકાર પ્રસરાવી દેનારી યોજના બની ગઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY