ન્યુ દિલ્હી,તા.૨૬
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઓવરસ્પીડિંગ પર મુંબઇ પોલીસ તેનો દંડ નહી ફટકારે. આ જાણકારી ટ્વીટર પર મુંબઇ પોલીસ દ્વારા આપવામાં આવી છે. મુંબઇ પોલીસના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી સાફ રીતે કહેવામાં આવ્યું છે કે, અહિંયા કોઇ ઓવર સ્પીડિંગ મેમો આપવામા આવશે નહી. વિરાટને ટેગ કરતા તેમને લખ્યું કે તમારી નવી ઉપલબ્ધી માટે ખુબ ખુબ શુભેચ્છાઓ. આ શુભેચ્છા સંદેશની સાથે મુંબઇ પોલીસે વિરાટની એક તસવીર પણ શેર કરી છે, જેમા વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ બીજી વન ડેમા સદી ફટકાર્યા બાદ તે પોતાનું બેટ હવામાં લહેરાવતા નજર આવી રહ્યો છે. આ તસવીરમાં લખવામાં આવ્યું છે કે, સાચે આ ખુબ મોટો સ્કોર છે.
તમને જણાવી દઇએ કે, વિરાટે વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ બીજી વન ડે મેચમાં અણનમ ૧૫૭ રનની શાનદાર ઇનિંગ રમ્યો. તેની ઇનિંગના દમ પર ભારતીય ટીમે ૩૨૧ રનનો સ્કોર ઉભો કર્યો. જાકે, આ મુકાબલો ડ્રો રહ્યો તે છતા વિરાટને તેની શાનદાર ઇનિંગ માટે મેન ઓફ ધ મેચનો પુરસ્કાર આપવામાં આવ્યો. વિન્ડિઝ વિરૂદ્ધ બીજી વન ડે દરમિયાન વિરાટ વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન પૂર્ણ કરનાર દુનિયાનો ઝડપી બેટ્સમેન બની ગયો છે. તેણે પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



