કાર સાથે અકસ્માત બાદ ટ્રક પલટી મારીને સળગતા ડ્રાઈવર સહિત બેના મોત

0
8

ઉમરેઠ,તા.૨૨
ઉમરેઠ- આણંદ માર્ગ પર પસાર થતી એક ટ્રક પલ્ટી ખાઈ જતા ટ્રકે આગ પકડી હતી. જેમાં ટ્રકમાં સવાર બે વ્યક્તિઓને ટ્રકની બહાર આવવાનો સમય ન મળતા આગમાં ભડથું થઈ ગયા હતા. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ આણંદ થી ઉમરેઠ તરફ આવતી ટ્રક નંબર -આર.જે.૧૪. જીસી. ૬૯૦૮એ અચાનક ટ્રક પર થી કાબુ ગુમાવ્યો હતો. તેવામાં સામેથી આવતી ઈનોવા કારને બચાવવા જતા ટ્રક રસ્તાની બાજૂમાં કરવા જતા ધડાકાભેર પલ્ટી મારી હતી.
રસ્તે પસાર થતા લોકોએ ફાયર બ્રિગેડને ફોન કરતા તાબળતોબ ડાકોર અને ઉમરેઠથી આવેલ ફાયર બ્રીગેડે ટ્રકમાં આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ બે લોકોનો જીવ બચાવી શક્યા ન હતા આ અંગે ઉમરેઠ પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા બાદ તપાસ શરૂ કરી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY