૧૪ વર્ષની સગીર પુત્રી પર સાવકા પિતાએ દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
5

અમદાવાદ,તા.૨૨
અમદાવાદ શહેરના વિનોબાભાવેનગરમાં રહેતી ૧૪ વર્ષની પુત્રી પર સાવકા પિતાએ દુષ્કર્મ ગુજાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સાવકા પિતાએ સગીરાને માર પણ માર્યો હતો. સગીરાએ સાવકા પિતા સામે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વટવા નજીક આવેલા વિનોબાભાવેનગરમાં રહેતી ૧૪ વર્ષની સગીરા તેની માતા સાથે રહે છે. પાંચ મહિના અગાઉ સગીરાના સાવકા પિતાએ તેની માતા ઘરે ન હોવાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ વિરોધ કરતા તેના પિતાએ તેને માર પણ માર્યો હતો. સગીરાને ધમકી પણ આપી હતી. બાદમાં સગીરાએ તેની માતાને વાત કરતા સાવકા પિતા સામે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY