આણંદ,તા.૧૨
અમુલ ડેરી દ્વારા દૂધના ખરીદીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમુલ ડેરી દ્વારા ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ૧૦ રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે ગાયના દૂધમાંમ કિલો ફેટે ૪ રૂપિયા ૫૦ પૈસાનો વધારો કરાયો છે. અમુલ ડેરી દ્વારા ભાવ વધારો કરવામાં આવતા હવે ભેંસના દૂધનો ભાવ વધીને ૬૪૦ રૂપિયા અને ગાયના દૂધનો ભાવ વધીને ૨૯૦.૯૦ રૂપિયા થયો છે.
પશુપાલકો માટે માઠા સમાચાર છે. અમુલ દ્વારા પશુદાણના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. અમુલ દ્વારા પશુદાણની ૭૦ કિલોની બોરી પર રૂ.૧૧૫નો વધારો કરાયો છે. અગાઉ ૭૦ કિલોની બોરીનો ભાવ ૧ હજાર ૧૧૭ રૂપિયા હતો. હવે ૧૧૫નો વધારો થતા હવે આજથી ભાવ ૧ હજાર ૨૩૨ રૂપિયા થઇ ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



