દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.શ્રી ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર દેશમાં ૫મી સપ્ટેમ્બરને ‘‘શિક્ષક દિન’’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તાલુકાથી લઇ રાજય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરવામાં આવે છે. આ પરંપરાને અનુસરી ખેડા જિલ્લામાં આજે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ટીંબાપુરા (મહોળેલ) પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નિલેશકુમાર રમણલાલ સોલંકી તથા પેટલી પ્રાથમિક શાળાના શ્રી દિનેશભાઇ રણછોડભાઇ પ્રજાપતિનું જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમજ નગર પ્રાથમિક શાળા નં.૧ના શ્રી જ્યંતિભાઇ મંગળભાઇ પરમાર અને ઢાંકણીપુરા પ્રાથમિક શાળાના શ્રી રાવનવઘણભાઇ રામાભાઇ ડાભીને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેના પારિતોષિકથી સન્માનવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સમારોહના અધ્યક્ષપદેથી બોલતા વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજકુમાર જણાવ્યું હતું કે, રાજય સરકારે છેવાડાના ગામડાઓ સુધી શિક્ષણ માટે પાયાની અને માળખાગત સુવિધાઓની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે, ત્યારે સરકાર અને સમાજની સાથે શિક્ષકોએ પણ ગામનો એક પણ વિધાર્થી શિક્ષણથી વંચિત ના રહે અને ઉચ્ચ શિક્ષક મેળવે તેવી જવાબદારી સ્વીકારશે તો રાજયનો દરેક વિધાર્થી શિક્ષિત થશે જ. આ માટે તેઓશ્રીએ શિક્ષકોનો સહકાર માંગી શિક્ષકોની સેવાને બિરદાવી હતી.
સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણએ તેઓના બાળપણના સ્મરણો યાદ કરીને જણાવ્યું હતું કે, આજે હું જે કાંઇ મેળવી શક્યો છું તે મારા ગુરૂજનોના પ્રતાપે અને તેમના આર્શીવાદનું પરિણામ છે. સુસંસ્કૃત સમાજનું નિર્માણ શિક્ષકોના હાથમાં છે.
બ્રહમાકુમારી પ.પૂ.શ્રી પૂર્ણીમાબેને પણ આ પ્રસંગે શિક્ષકોના કાર્યને ઉચ્ચ કોટીનું ગણાવી જીવનમાં સાર્થક થવા અને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે જયારે ભગવાને મોકો આપ્યો છે તો તેને અવશ્ય જવાબદારી પૂર્વક નિભાવવા જણાવ્યું હતું. શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક મેળવવા બદલ તેમણે અભિનંદન આપ્યા હતા.
આર્ષ વિદ્યા અરણ્યમાન નડિયાદના સ્વામીશ્રી મૃદિતવંદનાનંદજીએ જણાવ્યું હતું કે, માતા-પિતાનું સ્થાન ઉત્તમ છે પરંતુ જન્મ લેનાર દરેક મનુષ્યના જીવનના ઘડતરમાં માતા-પિતા પછી શિક્ષકનું સ્થાન છે. ‘‘આમ, શિક્ષકના પદની ગરીમા ખૂબજ ઉંચી છે’’ અને તેનું માન-સન્માન જળવાય, શિક્ષકે તેનો દરેક વિધાર્થી શ્રેષ્ઠતાનું પ્રદાન કરે અને સમાજમાં તેમજ દેશમાં શ્રેષ્ઠ નાગરિક બને તેમ તેનું ઘડતર કરવાનું છે.
આ પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક મેળવતા ચારેય શિક્ષક મિત્રોને પ્રશસ્તિપત્ર, શાલ આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા તેમજ શ્રેષ્ડ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોએ તેમના અનુભવોનું વર્ણન કર્યું હતું. શિક્ષણ સંસ્થામાં દાન આપનાર દાનવીરોનું પણ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આભાર દર્શન શાસનાધિકારીશ્રીએ કર્યા હતા. આ પ્રસંગે બ્રહમાકુમારીશ્રી ચંદ્ભવદન ચોક્સી, કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.કે.પટેલ, શ્રી રણજીતસિંહ ડાભી, તાલુકા કેળવણી નિરીક્ષકો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકમિત્રો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



