સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પર અદ્દભુત રંગારંગ લેશર શોને નિહાળતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
સરદાર સાહેબના જીવન કવન, એક ભારત શ્રેષ્ઠ ભારતના ગીતો સભર લેશર શો યોજાયો
રાજપીપળા : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નર્મદાના કેવડીયા સાધુ બેટ ખાતે નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ આ સ્મારકના નિર્માણ બાબતે માહિતી મેળવી હતી. સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા પર અદ્દભુત રંગારંગ લેશર શોને નિહાળ્યો હતો. આ પ્રસંગે મીડિયાકર્મીઓને સંબોધન કરતા મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, અદ્યતન ટેકનોલોજી દ્વારા શોનું નિર્માણ થયું છે. સાથે મ્યુઝીયમ, ગેલેરી, ટેન્ટ સીટી ઉપરાંત ભવિષ્ય બોટીગ, રોપ-વે જેવી અનેક સુવિધાઓ સાથે પ્રવાસીઓ રાત્રે લેશર શો માણી શકશે. સરદાર સાહેબનું જીવન ચરિત્ર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટેકનીકલી વિગતો, એક ભારત શ્રેષ્ઠ ભારતની ગીતો સાથેના દરરોજ બે લેશર શોનો અદ્દભુત નજારો પ્રવાસીઓને માણવા મળશે.




મુખ્યમંત્રીએ કહ્યું કે, ટેચ્યુ બનવાથી આસપાસના વિસ્તારની ઈકોનોમીમાં વધારો થશે જયારે આદિવાસી ભાઈ-બહેનોને રોજગારીની વિપુલ તકોના નિર્માણની સાથે આદિવાસી સંસ્કૃતિથી લોકો પરિચિત થાય તેમજ કેવડીયાની આસપાસ પ્રવૃત્તિમાં આદિવાસી વાતાવરણનો ટચ મળે તથા રોજગારીનું સર્જન થાય તેવા હેતુ સાથે રાજય સરકાર આગળ વધી રહી છે. નર્મદા જિલ્લામાં રૂા.૧૦૦ કરોડના ખર્ચે ટ્રાયબલ મ્યુઝીયમના નિર્માણનું કાર્ય ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશના રજવાડાઓએ પણ અખંડ ભારતના નિર્માણમાં જે બલિદાન આપ્યું છે તે માટે રજવાડાઓ માટે અલગ મ્યુઝીયમ બનાવવા માટે વડાપ્રધાનશ્રીના સૂચનની દિશામાં રાજય સરકાર આગળ વધશે તેવી નેમ તેમણે વ્યકત કરી હતી.
આ વેળાએ મુખ્યમંત્રીના ધર્મપત્નિશ્રીમતી અંજલીબેન રૂપાણી, કૃષિમંત્રી આર.સી.ફળદુ, ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાધાણી, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, મુખ્ય સચિવ જે.એન.સિંગ, નર્મદા નિગમના સી.એમ.ડી. એસ.એચ.રાઠોર, જિલ્લા પ્રભારી સચિવ એસ.જે.હૈદર, જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડો.જીન્સી વિલિયમ્સ તેમજ નર્મદા નિગમના ટેકનિકલ ડિરેકટર નાદપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



