ઉત્તરપ્રદેશમાં હવે મલ્ટીપ્લેક્સ અને સિનમાઘરોમાં સ્ટેટ જીએસટી નહિ લાગે

0
387

યોગી કેબિનેટનો રાજ્યના લોકો માટે મહત્વપૂર્ણ નિર્ણય
લખનઉ,તા.૨૦
યોગી કેબિનેટે પ્રદેશનાં મલ્ટીપ્લેક્સ
આભાર – નિહારીકા રવિયા અને સિનેમા ઘરોને સ્ટેટ જીએસટીથી રાહત આપી છે. અત્યાર સુધી ૧૦૦ રૂપિયા પર ૯ ટકા, ૧૦૦ રૂપિયાથી ઉપરની ટિકીટ પર ૧૪ ટકાનો જીએસટી લાગતો હતો. આ રાહત એક જુલાઇ ૨૦૧૭થી ૩૦ જૂન ૨૦૨૦ સુધી આપવામાં આવશે. મંગળવારનાં રોજ થયેલી કેબિનેટ બેઠકમાં સરકારે ૧૦ પ્રસ્તાવો પર પણ સહમતિ આપી છે. આ સિવાય અન્ય નિર્ણયોમાં પણ સરકારે ૨.૬૪ કરોડ રૂપિયા ખર્ચ કરીને ૫ ઇનોવા ક્રિસ્ટા, ૫ સ્કોર્પિયો અને ૭ હોન્ડા સિટી ખરીદવા પર મોહર લગાવી દીધી છે.
કેબિનેટે સીતાપુરને એક મોટી ગિફ્ચ આપતા ૧૫૫૦ કરોડ રૂપિયાનાં ખર્ચે ગ્રીન ફ્યૂલ ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના પર મોહર લગાવી દીધી. વૈક્લિપક ઉર્જા અંતર્ગત પસંદ કરાયેલ કંપનીને સ્ટેમ્પ ડ્યૂટી પર છુટછાટ અને ૧૫% રોકાણ પર સબસિડી અને જીએસટીની ૧૦ વર્ષ સુધીની પ્રતિપૂર્તિ કરવાની છે. આ કાર્યને માટે દિલ્હીની સનલાઇટ ફ્યૂલ પસંદ કરાયેલી છે. આ મામલામાં લેટર ઓફ કમ્ફર્ટને મંજૂરી આપવામાં આવી છે.
પ્રદેશમાં કુપોષણની હાલત જાતા મહિલા અને બાળ વિકાસનાં માધ્યમથી મુખ્યમંત્રી સુપોષણ ઘર યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના ગોંડા અને સીતાપુર સહિત ૧૦ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે. યોજના અંતર્ગત સીએચસી અને પીએચસી બ્લોક સ્તર પર ૨૮ જગ્યાએ સ્થાન આપવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY