મુંબઈ/ન્યુ દિલ્હી,તા.૨૦
બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચને મહારાષ્ટ્રના ૩૫૦થી વધારે ખેડૂતોનુ દેવુ ચુકવ્યા બાદ ઉત્તરપ્રદેશના ખેડૂતોની પણ મદદ કરી છે.
એક અહેવાલ પ્રમાણે બીગ બીએ યુપીના ૧૩૯૮ ખેડૂતોનુ ૪ કરોડ રુપિયાનુ દેવુ બેંક ઓફ ઈન્ડિયાના વન ટાઈમ સેટલમેન્ટ પ્લાન હેઠળ ચુકવી દીધુ છે.
બચ્ચને ૭૦ ખેડૂતોને મુંબઈ આવીને તેમનુ દેવુ ચુકવાઈ ગયુ હોવાનો બેંકનો લેટર લઈ જવા માટે પણ આમંત્રણ આપ્યુ છે. ૨૬ નવેમ્બરે એક ઈવેન્ટમાં બીગ બી પોતે ખેડૂતોને આ માટેનો લેટર આપશે. ખેડૂતો માટે તેમણે ટ્રેનનો આખો કમ્પાર્ટમેન્ટ બૂક કરાવ્યો છે.જેથી તેઓ મુંબઈ આવી શકે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના ખેડૂતોનુ પણ તેમણે આ જ રીતે દેવુ ચુકવ્યુ હતુ. બચ્ચનના શો કેબીસીમાં મહારાષ્ટ્રના ખેડૂત અનંત કુમાર હોટ સીટ પર બેઠા હતા. તેમની પાસેથી ખેડૂતોની દયનીય સ્થિતિ અંગે જાણીને મેગા સ્ટારે આખા દેશને ખેડૂતોને મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




