તેલ ભરેલું ટેન્કર પલટી જતાં નદીઓ વહી, લોકોએ કરી પડાપડી

0
6

અમરેલી,તા.૨૯
અકસ્માત જેવા ગંભીર બનાવમાં પણ ક્યારેક લોકોને મજા પડી જતી હોય છે. અમરેલી જિલ્લાના બાબરા ખાતે કંઈક આવો જ બનાવ બન્યો હતો. અહીં તેલ ભરેલું એક ટેન્કર પલટી ગયા બાદ લોકોએ પડાપડી કરી હતી.
મળતી માહિતી પ્રમાણે સવારે કંડલાથી ભાવનગર જતું તેલનું એક ટેન્કર બાબરા નજીક ઊંઘું વળી ગયું હતું. જે બાદમાં તેલની નદી વહેતી થઈ હતી. સ્થાનિકોને આ વાતની જાણ થતાં તેઓ વાસણ સાથે પહોંચી ગયા હતા.
અકસ્માત સ્થળે પહોંચીને લોકોએ ઢોળાયેલું તેલ એકઠું કરવા માટે પડાપડી કરી હતી. ટેન્કરના માલિકને આ વાતની જાણ થતાં તે અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને તેલની લૂંટ અટકાવી હતી.
ટેન્કર ચાલકે કોઈ કારણસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધા બાદ ટેન્કર રોડની રેલિંગ તોડીને નીચે ઉતરી ગયું હતું. આ બનાવ બાદ આસપાસના લોકો હાથ લાગ્યું તે વાસણ લઈને અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY