નર્મદા જિલ્લાના એક હજાર થી વધુ પ્રવાસી શિક્ષકો ને 11 મહિનાથી પગાર ના વલખા

0
38

શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરાવા પ્રવાસી શિક્ષકોની યોજના બનાવી સરકારે મજાક ઉડાવી

નર્મદા જિલ્લામા 1000થી વધુ પ્રવાસી શિક્ષકો ની ભરતી વિવિધ શાળઓમા થઇ છે જેઓ અધ્ધર જીવે ફરજ બજાવી રહ્યા છે.

રાજપીપળા : શિક્ષિત બેરોજગારોની જો કોઈ ખુલ્લે આમ મઝાક ઉડાવતું હોય તો ગુજરાત સરકાર, બાલાગુરુ થી સારું કરી હાલ પ્રવાસી િક્ષકો ની ભરતી કરી જેમાં પણ કોઈ આધાર પુરાવા વગર અને કોઈ રક્ષણ પણ નહીં ખાનગી નોકરી કરતા પણ બત્તર નોકરીઓ આપી રાજ્ય સરકાર જાણે મઝાક ઉડાવે છે. નર્મદા જિલ્લામા 1000 થી વધુ પ્રવાસી શિક્ષકો ની ભરતી વિવિધ શાળઓમા થઇ છે જેઓ અધ્ધર જીવે ફરજ બજાવી રહ્યા છે. સાથે નોકરી કાર્યાના પુરાવા જોઈ પગાર આપે છે એ પણ છેલ્લા 11 મહિનાથી થયા નથી કોઈ તહેવાર કે કોઈ લગ્ન પ્રસઁગ આ પગારથી ઉજવ્યો છતાં બેરોજગાર હોય બિચારા પ્રવાસી શિક્ષકો ફરજ બજાવ્યે જાય છે તો ઉંચા પગાર લેતા શિક્ષણ અધિકારી પણ આ શિક્ષકો માટે કશુ કરતા નથી.

સરકારની નીતિ રીતિઓ થી આજે આમ જનતા પરેશાન થઇ ગઈ છે. જેમાં ખાસ કરીને કોઈપણ ક્ષેત્રોમાં રોજગારીના નામે સરકાર શિક્ષિત બેરોજગારોનું શોષણ જ કરતી આવી છે, પરંતુ શિક્ષિત બેરોજગારો કઈ બોલી સકતા નથી કારણકે આ સમયે તેમને સૌથિ વધુ રોજગારીની જરુર છે, પરતુ સરકાર વિરુધ્ધ એક મોટો સિક્ષિત બેરોજગારોનો વર્ગ ઉભો થઈ રહ્યો છે. જો સરકાર આ વર્ગ માટે ચોક્કસ વ્યવસ્થાના કરી તો સરકાર સામે જંગ માંડસે એ વાત નક્કિ છે. આ સાથે પ્રવાસી શિક્ષકો માટે એક રક્ષણ પણ માંગે છે. પણ સરકાર નિયમિત પગાર નથી આપી શકતા તો હવે આ સરકાર કેટલુ આપે છે એ જોવુ રહ્યુ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY