અમદાવાદ,તા.૨૮
અમદાવાદ શહેરમાં શ્રાવણિયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી છે ત્યારે પોલીસ પણ આવા શ્રાવણિયા જુગાર રમતા શખસો પર નજર રાખી તેમને જુગાર રમતા ઝડપી લે છે. શહેરનાં નારણપુરા વિસ્તારમાં આવેલા પલ્લટ એપાર્ટમેન્ટમાં શ્રાવણિયો જુગાર રમાતા સાત શખ્સની નારણપુરા પોલીસે ધરપકડ કરી છે.
પોલીસે રોકડા રૂ.૩૬,પ૦૦ અને મોબાઇલ તથા વાહનો મળી કુલ રૂ.૧.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. નારણપુરા પોલીસને બાતમી મળી હતી કે પલ્લવ એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં કેટલાક લોકો જુગાર રમે છે.
જે બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી હેમલ શાહ, સંજય પટેલ, નરસિંહ પ્રજાપતિ, રાકેશ શાહ, ગિરીશ સોલંકી, ખીમજી પટેલ અને મહેશ દરજીની ધરપકડ કરી હતી.
પોલીસે ઘરમાંથી જુગાર રમવાના સાધન, સાત મોબાઇલ, રોકડ રૂ.૩૬,પ૦૦ કબજે કર્યા હતા. આરોપી હેમલ બહારથી માણસો બોલાવી શ્રાવણિયો જુગાર રમાડતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



