ખોદકામ દરમિયાન વીજકરંટ લાગતા બે કામદારોના મોત

0
19

અમદાવાદ,તા.૨૮
અમદાવાદમાં વીડ કરંટ લાગતા બે કામદારોના મોત નીપજ્યા હોવાની ઘટના બની છે. વીજ થાંભલા માટે ખોદકામ દરમિયાન જમીન નીચે પસાર થતાં વીજ વાયરના સંપર્કમાં આવતા બે કામદારોને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બે કામદારોના મોતના પગલે સ્થાનિક લોકોના ટોળા પણ એકઠાં થયા હતા.
અમદાવાદના નિર્ણય નગર સેક્ટર ચારમાં આવેલી દિવાળીબાનગર સોસાયટી પાસે આજે મંગળવારે સવારના સમયે વીજ થાંભલાનું કામ ચાલી રહ્યું હતું. જેના માટે બે કામદારોએ ખાડો ખોદ્ય હતો આ દરમિયાન જમીન નીચે પસાર થતો વીજ કેબલ કપાયો હતો.
આ વાતથી અજાણ કામદારોએ વીજ થાંભલો ઉભો કરવા ગયા અને નીચે પસાર થતા કપાયેલા કેબસના સંપર્કમાં આવતા બંનેને ભારે વીજ કરંટ લાગ્યો હતો. હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જેના કારણે આ બંને કામદારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા.
મળતી માહિતી પ્રમાણે આ બંને કામદારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટારાક્ટ્‌સના કામદારો હતા.
આ ઉપરાંત જમીન નીચે ટોરેન્ટ પારવની ૧૧ કેવી લાઇન પસાર થતી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY