બનાસકાંઠામાં તસ્કરોનો તરખાટ,એક જ રાતમાં ૨૨ દુકાનોના તાળા તૂટ્યા

0
18

ડીસા,તા.૪
બનાસકાંઠા જિલ્લામાં પોલીસના નાઈટ પેટ્રોશલગની પોલ ખુલી છે. જિલ્લામાં એક જ રાતમાં ૪ જગ્યા પર ચોરીના બનાવ બન્યા છે. થરાદ, ડીસા અને છાપીમાં મોડીરાત્રે તસ્કરો ત્રાટકયા હતા. આ તરફ ડીસાના શોશપગ સેન્ટરમાં ૨૨ દુકાનોના તાળા તૂટયા છે. જલારામ સર્કલ પરના શોપિંગ સેન્ટરમાં ૧૫ દુકાનોમાં ચોરી થઈ છે. તસ્કરોએ ઝ્રઝ્ર્‌ફના આધારે તપાસ તેજ કરી છે.
થરાદમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે. સોંચોર હાઈવે પરના ગાયત્રી મંદિરમાં ચોરી થઈ છે. ચોરોએ ઝ્રઝ્ર્‌ફ કેમેરો મુવ કરી દાનપેટીમાંથી રોકડની ચોરી કરી છે. બીજી તરફ શનિ મંદિરમાં ચોરોનો નિષ્ફળ પ્રયાસ રહ્યો હતો સમગ્ર મામલે થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડગામના છાપી હાઈવે પાસે તસ્કરો બેંકનુ એટીએમ ઉપાડી ગયા છે. હાઈવે પર આવેલા બેંક ઓફ ઈન્ડિયાનુ એટીએમ લઈને તસ્કરો ફરાર થયા હતા. એટીએમમાં કોઈ સુરક્ષા કર્મી ન હોવાથી સુરક્ષા પર પણ સવાલ ઉઠ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે હવે પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઉપરાંત જિલ્લાના ડીસામાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે. શોપિંગ સેન્ટરમાં ૧૫ દૂકાનોના તાળા તૂટયા હોવાનું સામે આવ્યું છે. એકસાથે ૧૫ દૂકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જલારામ સર્કલ પરના શોપિંગ સેન્ટરની દુકાનોના તાળા તૂટયા હતા સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY