૧૯ વર્ષ બાદ આમિરનો ભાઇ ફરી પરદા પર દેખાશે

0
25

મુંબઈ,તા.૧૭
સુપર સ્ટાર અને ફિલ્મ સર્જક આમિર ખાનનો ભાઇ ફૈઝલ ઓગણીસ વર્ષના સમયગાળા બાદ ફરી એકવાર પરદા પર અભિનય કરતો દેશાશે એટલું જ નહીં પરંતુ ગીત પણ ગાશે એવી જાણકારી મળી હતી.
ફઝલ છેલ્લે ૨૦૦૦ની સાલમાં મેલા ફિલ્મમાં દેખાયો હતો. આ ફિલ્મમાં આમિર ખાન અને ટ્‌વીન્કલ ખન્ના ચમકિયા હતાં. જા કે ટિકિટબારી પર આ ફિલ્મ કશું ઉકાળી શકી નહોતી. ત્યારબાદ ફૈઝલ એક પણ ફિલ્મમાં અભિનય કરતો દેખાયો નહોતો. હવે એને ફેકટરી નામની ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો છે જેમાં એ અભિનય કરવા ઉપરાંત ગીત ગાશે એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી.
આ માહિતી આપતાં ફૈઝલે કહ્યું કે ફેક્ટરી મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. ડાયરેક્ટર શીરીક મિનહાઝે મને જ્યારે કહ્યું કે તારે અભિનયની સાથોસાથ આ ફિલ્મમાં ગીત પણ ગાવાનું છે ત્યારે પહેલાં તે હું ચોંકી ઊઠયો હતો. શીરીકે મને ઠસાવ્યું કે આ ગીત ઇશ્ક તેરા માટે તારો કંઠ સૌથી વધુ સૂટેબલ છે. ત્યારબાદ મેં સતત રિયાઝ કર્યો હતો અને આ ગીત રેકોર્ડ કર્યું હતું. આ એક સોફ્ટ રોમાન્ટિક ટ્રેક છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY