વડોદરા ના કેમિકલ વેસ્ટ ને ભરૂચ જિલ્લા માં થતા નિકાલ ના રેકેટ નો પર્દાફાશ થયો

0
220

છેલ્લા કેટલાક દિવસો થી પ્રકૃતિ સુરક્ષા મંડળ ને માહિતી મળી હતી કે કેટલાક અસામાજિક તત્વો બહાર ના જિલ્લા માંથી કેમિકલ વેસ્ટ લાવી ભરૂચ જિલ્લા માં ગેરકાયદેસર નિકાલ કરે છે. અને આ રેકેટ ને પર્દાફાશ કરવા પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ટીમે માહિતી ભેગી કરતા આજ રોજ
ગેરકાયદેસર નિકાલ કરવા અર્થે વડોદરા નંદેશરી થી ડ્રમો માં કેમિકલ ભરી લવાતા ટેમ્પો ને પકડી પ્રકૃતિ સુરક્ષા મંડળ ટિમ દ્વારા લાંબા સમય થી ચાલતા આ રેકેટ નો પર્દાફાશ કર્યો છે


ટેમ્પો ને પકડી પુછપરછ કરતા યોગ્ય જવાબ કે કોઇ પણ જાત ના ડોક્યુમેન્ટ મળ્યા ના હતા ફક્ત આ માલ નંદેશરી થી ભરવામાં આવ્યું છે એવું જણાવ્યું હતું તેથી જ્યાંથી ડ્રમો ભર્યા હતા ત્યાં ટેમ્પો લઇ જવાની ફરજ પાડી હતી અને આ માહિતી વડોદરા GPCB ને ટેલિફોનિક જાણકારી આપી હતી.


અંતે આ ટેમ્પો મેં. યુનિવરસલ ઓર્ગેનિક. નંદેશરી .વડોદરા ની કમ્પની માં લઈ ગયા હતા.
આ બાબત ની માહિતી વડોદરા GPCB ના વિભાગીય અધિકારી ગુપ્તા સાહેબ ને કરતા તેમને તેમની ટિમ તાત્કાલિક રવાના કરી ઝડપી કાર્યવાહી કરી હતી .

આમ વડોદરા ની M/s univarsal organics ltd .વડોદરા નો તેમના ગેરકાયદેસર ના ચાલતા રેકેટ નો આજે પર્દાફાશ થયો છે.
આ ટેમ્પો ક્યાં લઈ જઈ કેમિકલ કોને આપવાનું હતું? કે કયા નિકાલ કરવાનો હતો તેની તપાસ ચાલુ છે

GPCB વડોદરા ના ભદ્રેશ ભાઈ પટેલ . આશિષ પટેલ અને તેમની ટિમ હાલ કમ્પની માં આગળ ની કાર્યવાહી કરી રહી છે.

સલીમપટેલ
પ્રકૃતિ સુરક્ષા મંડળ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY