ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખિલખિલાટનાં અભાવે માતાઓ બાળક સાથે કલાક સુધી બહાર બેસી રહેવું પડયું.

0
198

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખિલખિલાટની ગાડીના અભાવે 1 કલાકથી વધુ સમય સુધી નવજાત શીશુઓ સાથે માતાઓ અટવાતી નજરે પડી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા પ્રસુતાને રજા તો આપી દેવાઈ પરંતુ ખિલખિલાટ વાનનાં અભાવે આ માતાઓને હોસ્પિટલનો વોર્ડ છોડી દીધા બાદ લોબીમાં જ કલાકો સુધી બેસી રહેવાની વારો આવતાં અસહ્ય ગરમીના કારણે માત અને બાળકે હાલાકી ભોગવી હતી.

રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં બાળકનાં જન્મ પછી તેને માતા સાથે પોતાના ઘરે મૂકવા જવાની વ્યવસ્થા બનાવી છે. જેનાં ભાગરૂપે ખિલખિલાટ વાન હોસ્પિટલોને પુરી પાડવામાં આવે છે. આવા સંજોગોમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પ્રસુતી થયા બાદ બાળક સાથે માતાઓને રજા તો આપી દેવામાં આવી હતી. પરંતુ ખિલખિલાટ વાન હોસ્પિટલ કેમ્પસમાં ઉપલબ્ધ છેકે કેમ તેની ખાતરી કર્યા વગર જ પ્રસુતાઓને રજા આપી દેવાતાં વોર્ડ છોડી દીધા બાદ બાળકો સાથે માતાને ખુલ્લામાં કલાકો સુધી બેસવાનો વારો આવ્યો હતો.

આ અંગે ખિલખિલાટ વાનના પીએમ ધવલ પારેખને પૂછતાં તેવોએ જણાવ્યું હતું કે,ગુરૂવારે દશેરાની જાહેર રજા હોવાથી શુક્રવારે સવારે માતા અને બાળકને મુકવાના ડ્રોપ કેશ વધારે હોવાથી પ્રથમ આમોદ બાજુના કેશ આવતા તને મુકવા ગયેલ વાનને માતાઓને તેમના ઘર સુધી મૂકીને પરત આવતાં મોડું થવાના કારણે આ માતાઓને તકલીફનો સામનો વેઠવો પડ્યો છે.ત્યાર બાદ ખિલખિલાટ વાન આવતાં માતાઓને તેમના સ્થળ પર મુકવામાં આવ્યા હતાં.રાજ્ય સરકારે ભરૂચ જિલ્લામાં કુલ ૫ ખિલખિલાટ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.જેમાં સિવિલ હોસ્પિટલ,સેવાશ્રમ, આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે એક તથા ઝઘડિયા સેવા રૂરલ ખાતે બે વાન ફાળવવામાં આવી છે.જેથી માતાઓને કોઈ તકલીફનો સામનો ના કરવો પડે.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY