વડોદરા,તા.૨૩
વાઘોડીયા તાલુકાના લીમડા ગામ પાસે એસઓજી વડોદરાએ બાતમીના આધારે લીમડાથી મઢેલી જવાના રોડ પર પારૂલ કોલેજની સામે રોડ પર હાલ રમાઈ રહેલી આઈપીએલની ૨૦ ઓવરની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડે છે. જે બાતમીના આધારે સ્ટાફના
માણસો સાથે લીમડાથી મઢેલી જવાના રોડ પર બાતમી વાળી જગ્યાએ જઈ ઈકો ગાડીને કોર્ડન કરી રેડ કરતા બે ઇસમો મોબાઇલ લાઇવ ટીવીમાં આઈપીએલ મેચ જાઈ મોબાઇલ ફોનમાં ગ્રાહકો પાસેથી સટ્ટો લખતા નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ તખતસિંહ રાઠોડ રહે ડી ૬ કમલાનગર સોસાયટી વાઘોડીયા હોવાનું જણાવેલ જેની પાસેથી ૪ મોબાઇલ તેમજ રોકડ રૂપિયા ૧૧૭૧૦ મળી આવેલ તથા સલીમ હાસનભાઈ મન્સુરી રહે ઊંડાફળિયા વાઘોડીયાનો હોવાનું જણાવેલ જેની પાસેથી એક મોબાઇલ તેમજ રોકડ ૩૫૦ રૂપિયા મળી આવ્યા હતા. ઈકો ગાડીની કિ ૧૫૦૦૦૦ કુલ મળી ૧૭૫૫૬૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ સટ્ટો બેટિંગનો વેપાર આગળ પોતે રાહિલ ઉર્ફે રાજા સતીષભાઈ જયસ્વાલ રહે જગદંબા ટોકીઝ પાસે વાઘોડીયાનાને લખાવતો હોવાનું જણાવ્યું હતું. રાહિલ ઉર્ફે રાજા હાજર ન મળતાં આ ત્રણ ઇસમો વિરૃધ્ધ ફરિયાદ દાખલ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



