રાજપીપળા સિંધીવાડના યુવાને માંગરોલની આદિવાસી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મની કોશિશ કરતા ચકચાર

0
16

પોલીસે યુવાન વિરુદ્ધ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૫૦૬(૨) તથા પોકસો અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૮ તેમજ એટ્રોસીટી એકટ કલમ ૩(૨)(૫), ૩(૧)(ડ્બ્લ્યુ)(II) મુજબ ફરિયાદ નોંધી ધરપકડ કરી

રાજપીપળા : નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા પોલીસ સ્ટેશનમાં એક મુસ્લિમ યુવાન વિરુદ્ધ એક આદિવાસી સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી કે આ મુસ્લિમ યુવાન ધાક ધમકી આપીને તેની સગીરવયની દીકરીનું અપહરણ કરી છેડતી કરી, દુષ્કર્મની કોશિશ કરી હતી ત્યારે આ ઘટનાથી આદિવાસી સમાજમાં પણ રોષ ફેલાયો છે. જોકે ટાઉન પીઆઇ આર.એન રાઠવા એ આ યુવાનની ધરપકડ કરી જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોદ્રારા મળેલ માહિતી અનુસાર માંગરોલ ખાતે રહેા શૈલેશ અંબુ તડવી ની 16 વર્ષીય દીકરી રાજપીપળા સિંધીવાડ ખાતે રહેતી તેની ફોઈને ઘરે આવી હતી તે સમયે સિંધીવાડમાં રહેતો શકીલ મહંમદ હનીફ દિવાન આ યુવતી સગીરવયની અને આદિવાસી હોવાની વાત જાણતો હોવા છતાં આ સગીરાને વારંવાર છેડતી કરી તું મને ખુબ ગમે છે અને હું તારી સાથે બોલવા માંગુ છું જો મારી સાથે નહીં બોલે તો ભગાડી લઇ જવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન કરતો હતો. એક દિવસ સગીરા પોતાની બહેનપણી સાથે માંગરોલ હાઇસ્કુલમાં રસીદની ઝેરોક્ષ આપવા માટે પગપાળા જતી હતી ત્યારે આ મુસ્લિમ યુવાન મોટર સાયકલ લઇ આવી સગીરાને ધમકી આપી હાથ પકડી ખેંચીને જબરજસ્તી મોટર સાયકલ ઉપર બેસાડી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઇ જઇ રાજપીપળા કરજણ નદીના ઓવારા પાસે મંદિરની બાજુમાં થઇને જવાના અંતરીયાળ રસ્તે લઇ જઇ સગીરને નહીં બોલે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કામનો પ્રયાસ કરવા જતા સગીરાએ બુમાબુમ કરતા આજુબાજુના માણસો દોડી આવતા આ યુવાન સગીરાને ધક્કો મારી ફેંકી ભાગી ગયો. જે હકીકત સગીરાએ તેના પિતાને કહેતા પિતાએ રાજપીપળા પોલીસમાં ફરિયાદ નોધાવી હોય મદદનીશ પોલીસ અધિક્ષક, કેવડીયા અચલ ત્યાગીની દેખરેેખ હેેઠળ પોલીસ હાલ તાપસ કરી રહી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY