વડોદરા,તા.૨૩
અમેરિકા સ્થાયી થયેલો એનઆરઆઈ પરિવાર બે મહિના પહેલા લગ્ન પ્રસંગ માટે વડોદરા આવ્યો હતો. પરિવારના મોભીએ નક્કી કર્યુ હતુ કે, ચૂંટણીમાં મતદાન કરીને જઈશું પણ જ્યારે આજે તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા ત્યારે મતદાર યાદીમાંથી તેમનુ નામ ગાયબ હતુ.
મળતી વિગતો પ્રમાણે ઘડીયાળી પોળ વિસ્તારમાં રહેતા મયુરભાઈ લોટવાલા અને તેમનો પરિવાર પાંચ વર્ષથી અમેરિકાના ટેકસાસમાં રહે છે. તેઓ તેમના માતા જસુમતીબહેન, પત્ની ભક્તિબેન, પુત્ર મિથિલ સાથે વડોદરામાં એક સગાના લગ્નમાં આવ્યા હતા.
જાકે ચૂંટણી સામે હોવાથી તેમણે નક્કી કર્યુ હતુ કે હું મતદાન કરીને જઈશુ. પત્ની, પુત્રને તેમણે અમેરિકા મોકલી દીધા હતા અને પોતે માતા સાથે મતદાન કરવા રોકાઈ ગયા હતા. આજે તેઓ સયાજી સ્કૂલમાં મતદાન કરવા માટે ગયા ત્યારે તેમને ખબર પડી હતી કે, તેમનુ નામ જ મતદાર યાદીમાંથી ગાયબ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





