વડોદરા,તા.૧૬
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના એક મકાનમાં સવારે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં પરિવારજનોનો બચાવ થયો હતો.
માંજલપુર વિસ્તારની સાઈ ચોકડી પાસે કામરેજ સોસાયટીમાં એક મકાનના ઉપરના ભાગે એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. જેમાં ટીવી,પંખો તેમજ અન્ય ફર્નીચર પણ ખાક થયા હતા.
આગના કારણે નીચેના રૂમમાં પણ ધુમાડા ફેલાતાં બે મહિલા તેમજ એક ઉંમર લાયક પુરૂષ સહિતના પરિવારજનો જીવ બચાવી બહાર નીકળી ગયા હતા. મકરપુરા જીઆઈડીસી ફાયરબ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવાઈ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


