મુંબઈ,તા.૧૧
૨૦૦૪થી ૨૦૧૬ સુધીમાં કુલ ૨૪૨ આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા ઓપનિંગ બૅટ્સમૅન ગૌતમ ગંભીરે ગઈ કાલે અહીં એક પ્રમોશનલ ઇવેન્ટમાં પત્રકારો સાથેની વાતચીતમાં તાજેતરમાં જ કરિયરની પહેલી ટેસ્ટના પ્રથમ દાવમાં ઐતિહાસિક સદી ફટકારનાર મુંબઈના ૧૮ વર્ષીંય પૃથ્વી શાની પ્રશંસા કરવાની સાથે તેને (પૃથ્વીને) ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગ સાથે સરખાવતી કેટલાક નિષ્ણાતોની કમેન્ટ વિશે કહ્યું હતું કે ‘મારી દ્રષ્ટિએ કોઈએ પણ પૃથ્વીને સેહવાગ સાથે સરખાવતાં પહેલાં બે વાર વિચાર કરવો જાઈએ.
મારા મતે તો કોઈને પણ કોની સાથે સરખાવવો ન જાઈએ. પૃથ્વીએ હજી કારકિર્દી શરૂ કરી છે ત્યાં વીરુ સાથે તેની તુલના થવા લાગી છે. હું તુલનામાં માનતો જ નથી. પૃથ્વીનું પોતાનું અલગ વ્યક્તિત્વ છે અને સેહવાગનું પોતાની આગવી સ્ટાઇલ અને પ્રતિભા હતી. ૧૦૦ ટેસ્ટ રમેલા વીરુ સાથે પૃથ્વીની સરખામણી કઈ રીતે કરી શકાય?’
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




