દીપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ભય ફેલાયો, પાંજરા મુકાયા

0
15

વડોદરા,તા.૩૧
વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામમાં છેલ્લા બે ત્રણ દિવસથી દીપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ભયની લાગમી વ્યાપી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામની સીમમાં દીપડાએ દેખા દેતા ગામમાં ભયની લાગણી ફેલાઇ છે.
ગુતાલ ગામના સરપંચ રિતેશભાઇ ભાલીયાએ વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગે તાત્કાલિક ગુતાલ ગામમાં દોડી આવી ગ્રામજનોને મળી ગામ લોકોને આશ્વાસન આપી જણાવ્યું હતું કે, ગુતાલ ગામમાં બે અલગ અલગ જગ્યાએ જેમાં નવ ગામ તરફ જવાના રસ્તા પાસે તથા વેરાઇ માતાના મંદિર નજીક પાંજરુ ગોઠવવામાં આવ્યું છે અને દીપડાને શિકાર મળી રહે તે માટે એક બકરું તથા બીજા પાંજરામાં ભૂંડને મુકવામાં આવ્યું છે.
આમ જલદી દીપડો પાંજરામાં પુરાઇ જેશે. જાકે, આ દિપડાએ કોઇ ગ્રામજનો કે પશુ ઉપર હુમલો કર્યો નથી. દીપડો કોઇને જાનહાની ન પહોંચાડે તે માટે પાંજરા મુકવામાં આવ્યા છે. ફરી દીપડો દેખાય તો વન વિભાગનો તાત્કાલિક સંપર્ક કરવા માટે કહ્યું છે. કેટલાક સ્થળોએ દીપડાના પંજાના નિશાન જાવા મઅયા છે. તે જગ્યા ઉપર જ આ પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY