મકાનની દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાયેલ યુવતીનું મોત

0
6

ભરૂચ,તા.૭
ભરૂચમાં જર્જરિત મકાનો ચોમાસા પૂર્વે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે. ગુરુવારે રાત્રીનાં ભરૂચના લાલભાઈની પાટ વિસ્તારમાં મકાનનો હિસ્સો ધરાશાયી થતા એક યુવતી દબાઈ હતી જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ત્યારે તંત્રએ શહેરમાં આવેલ ૨૩૦ જેટલી જર્જરિત ઇમારતોના માલિકોને નોટીસ ફટકારી સંતોષ માન્યો છે.
અનઇવન ટોપોગ્રાફી ધરાવતા ભરૂચ શહેરમાં ક્યાંક ઊંચા ટેકરા તો ક્યાંક નીચાણવાળા વિસ્તાર છે. શહેરમાં ઘણા વિસ્તારોમાં ચોમાસામાં જમીન ધસી પાડવાનો ભય રહે છે. ભૂતકાળમાં આવા બનાવો બન્યા પણ છે. આવી સ્થિતિ વચ્ચે ગુરુવારે રાત્રે લાલભાઈની પાટ વિસ્તારમાં બિપીનચંદ્ર જાદવના મકાનનો હિસ્સો ધરાશાયી થયો હતો. જેના પગલે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હાજર ૨૦ વર્ષીય મયુરી કાટમાળમાં દબાઈ હતી.
સ્થાનિકોએ અને બાદમાં ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અડધો કલાકની જહેમત બાદ કાટમાળમાંથી યુવતીને બહાર કાઢી હતી. ઇજાગ્રસ્ત યુવતીને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડી હતી જોકે ટૂંકી સારવાર બાળમયૂરીએ દમ તોડી નાખ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY