‘વોટ કરેગા યુવા’ અભિયાન અંતર્ગત લોકશાહી, યુવાનો અને ચૂંટણી પ્રક્રિયા પર ‘ટોક શો’
સુરત, તા.૧૫
રવિવારઃ ભારતીય ચૂંટણી પંચ અને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે લક્ષ્મીપતિ ગ્રુપના સહયોગથી સિટીલાઈટના અગ્રસેન ભવન ખાતે ‘વોટ કરેગા યુવા’ અભિયાન અંતર્ગત ટોક શો યોજાયો હતો. જેમાં કલેકટરશ્રી ડો.ધવલ પટેલની ઉપસ્થિતિમાં વિદ્વાન વક્તાઓએ લોકશાહી, યુવાનો અને ચૂંટણી પ્રક્રિયા પર વિસ્તૃત વિચારવિમર્શ કરી યુવાનો સાથે પ્રશ્નોત્તરી કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં ૧૮ વર્ષ પૂરાં કરનાર તમામ યુવાનોનાં નામ નોંધાય અને તેઓ બંધારણીય મતાધિકાર મેળવી શકે તે માટે શહેર-જિલ્લામાં વર્ષ દરમિયાન અનેક પ્રયાસો કરવામાં આવે છે. પરિણામે ૩૧ જાન્યુઆરી પછી સુરત જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશ ચલાવી મતદારયાદીમાં એક લાખ નવા મતદારો ઉમેર્યા છે. ચૂંટણીઓમાં પારદર્શિતા જાળવવાનું કેન્દ્રીય ચૂંટણી પંચનો મુખ્ય ધ્યેય હોય છે. વર્ષ ૨૦૧૨, ૨૦૧૪ અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયામાં સમયાંતરે અનેક નવા સુધારાઓ અમલી બન્યા, જેમાં ઉમેદવારોનું ચૂંટણી ખર્ચ નિરીક્ષણ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું મોનિટરીંગ, પેઈડ ન્યુઝ જેવા પાસાઓ પર ગંભીરતાથી પગલાં લેવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
કલેકટરશ્રીએ કહ્યું કે, પ્રથમવાર મતદાન કરનાર યુવાનોમાં પણ એક ઉત્સાહનો માહોલ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેઓ પ્રથમવાર મતદાન કરતા હોવાથી દેશના વિકાસમાં પોતાનું પણ યોગદાન રહેશે એ પ્રકારના આશાવાદ સાથે નવયુવાનો ઉત્સાહિત છે. તમામ લાયક નાગરિકોને તેમનો મતાધિકાર મળી રહે તે માટે મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય તે અત્યંત આવશ્યક હોવાનું કહી ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનોએ મતદારયાદીમાં સત્વરે નામ નોંધાવી લેવાની અપીલ કરી હતી. શિક્ષણવિદ્દ, મોટિવેટર. લેખક અને સી.એ. શ્રી રવિ છાવછરીયાએ યુવાનોને પારસમણિ સાથે સરખાવી જેમ પારસમણિ લોખંડને સ્પર્શીને સોનુ બનાવી દે છે, તે જ રીતે યુવાનોમાં પારસમણિને જેમ કથીરને કંચનમાં પરિવર્તિત કરવાની ક્ષમતા છે. એટલે જ યુવાનો દેશ પ્રત્યેની જવાબદારી સમજી પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરે.પૂર્વ ચેમ્બર પ્રમુખ અને સાર્વ. એજ્યુકેશન સોસા.ના ઉપપ્રમુખશ્રી કમલેશ યાજ્ઞિકે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતની લોકશાહી મજબૂત હોવાનું અને યુવાવર્ગ દેશની લોકશાહીનો પ્રાણ છે એમ જણાવી ઉમેર્યું કે લોકશાહી પ્રક્રિયા સત્તાતંત્રને સાબદું રાખે છે. યુવાનો ‘દેશ મારા માટે શું કરી શકે તેના સ્થાને હું દેશ માટે શું કરી શકું’ આ વાક્યને જીવનમંત્ર બનાવે.
કે.પી. કોમર્સ કોલેજના પ્રોફેસર ડો.પૂર્વી કોઠારીએ જણાવ્યું હતું કે, લોકશાહીને જીવંત રાખનાર ભારત જેવા દેશના કરોડો નાગરિકો જાગૃત્ત બન્યા છે. ખાસ કરીને દેશનું યુવાધન અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. જે દેશના વિકાસ માટે એક સારી નિશાની છે. યુવાનો મતદાન તો કરે જ, સાથે સમાજમાં પણ મતદાન જાગૃત્તિનો સંદેશ આપે એવો તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો. કલેકટરશ્રી અને અન્ય વક્તાઓએ ઉપસ્થિત યુવાનો સાથે પ્રશ્નોત્તરી કરી વિવિધ પ્રશ્નો અને મૂંઝવણો સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ‘યુવાસ’ સંસ્થાના યુવા વિદ્યાર્થીઓએ નુક્કડ નાટક ભજવી તેમજ ગીત સંગીતના માધ્યમથી મતદાનનું મહત્વ સમજાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ વેળાએ ઉપસ્થિત સૌએ અગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવાના સામૂહિક શપથ લીધા હતા. આ પ્રસંગે લક્ષ્મીપતિ ગ્રુપના ચેરમેનશ્રી સંજય સરાવગી, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી રાહુલ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં યુવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"